Not Set/ પૂર્વ નાણામંત્રીના દીકરા કાર્તિ ચિદમ્બરમના દિલ્લી અને ચેન્નઈ સ્તિથ નિવાસસ્થાનો પર EDના દરોડા

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના સિનીયર નેતા પી. ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમના દિલ્લી અને ચેન્નઈ સ્તિથ નિવાસસ્થાનો પર EDએ દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આઈએનએક્સ મીડિયા કેસમાં લાંચ લેવાના આરોપસર ઇડીના પાંચ અધિકારીઓએ શનિવાર સવાર સાડા સાત વાગ્યાથી ચિદમ્બરમના ઘરે હાજર રહ્યા હતા. પર્વતન નિર્દેશાલયના અધિકારીઓએ દિલ્લીના જંગપુરા અને ચેન્નાઈના ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એરસેલ […]

Top Stories

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના સિનીયર નેતા પી. ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમના દિલ્લી અને ચેન્નઈ સ્તિથ નિવાસસ્થાનો પર EDએ દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આઈએનએક્સ મીડિયા કેસમાં લાંચ લેવાના આરોપસર ઇડીના પાંચ અધિકારીઓએ શનિવાર સવાર સાડા સાત વાગ્યાથી ચિદમ્બરમના ઘરે હાજર રહ્યા હતા. પર્વતન નિર્દેશાલયના અધિકારીઓએ દિલ્લીના જંગપુરા અને ચેન્નાઈના ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એરસેલ મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ૧.૬ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

EDના દરોડા બાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું કે, એક ષડયંત્રના ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મની લોન્ડ્રીગની બાબતમાં EDની આ તપાસનું કોઈ મતલબ નથી પરંતુ ત્યારબાદ પણ છાપેમારી કરવામાં આવી રહી છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, જોરબાગ સ્તિથ બંગ્લોઝ એ કાર્તિનો નઈ પણ મારો છે.

મહત્વનું છે કે, કાર્તિ ચિદમ્બરમ સામે EDએ વર્ષ ૨૦૦૭માં આઈએનએક્સ મીડિયાને આપવામાં આવેલી એફઆઈપીબીની મંજૂરીમાં કથિત રીતે અનિયમિતતા સાથે જોડાયેલા નાણાંની મુદતની પ્રક્રિયામાં સમન્સ રજૂ કરવામાં આવ્યું હતું અને મે ૨૦૧૭માં મની લોન્ડરીંગનો ગુનો નોધવામાં આવ્યો હતો.