Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ કંપનીને ચીન છોડીને અમેરિકા આવવા માટે આપ્યું આમંત્રણ

વોશિંગ્ટન ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ લડાઈના પરિણામથી બચવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સ્માર્ટફોનની એક દિગ્ગજ કંપનીને ટ્વીટ કરીને અપીલ કરી હતી. ટ્રમ્પે એપલ કંપનીને પોતાની પ્રોડક્ટ ચીનમાં બનવવાના બદલે અમેરિકામાં બનાવવા માટે કહ્યું હતું. આની પહેલા પણ તેમણે અમેરિકાની કંપનીને પોતાનું ઉત્પાદન અમેરિકામાં જ કરવા માટે કહેતા રહે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે […]

Top Stories World Trending

વોશિંગ્ટન

ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ લડાઈના પરિણામથી બચવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સ્માર્ટફોનની એક દિગ્ગજ કંપનીને ટ્વીટ કરીને અપીલ કરી હતી. ટ્રમ્પે એપલ કંપનીને પોતાની પ્રોડક્ટ ચીનમાં બનવવાના બદલે અમેરિકામાં બનાવવા માટે કહ્યું હતું. આની પહેલા પણ તેમણે અમેરિકાની કંપનીને પોતાનું ઉત્પાદન અમેરિકામાં જ કરવા માટે કહેતા રહે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં કહ્યું છે કે ચીન પર ભારે ટેક્સ લગાવાઈ રહ્યો છે. આ ટેક્સના લીધે એપલ ફોનની કિંમત વધી શકે છે. પરંતુ આ સમસ્યાનું સમાધાન પણ છે કે જ્યાં શૂન્ય ટેક્સ હશે. આથી એપલ કંપનીએ ચીનમાં પોતાના પ્રોડક્ટ બનાવવાને બદલે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં બનાવવા જોઈએ. અત્યારથી જ નવા પ્લાન્ટ માટેની તૈયારીઓ કરે.

જો કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી દિવસોમાં ચીનમાંથી આયાત કરવામાં આવતા 267 અબજ ડોલરના (આશરે 19 લાખ 25 હજાર કરોડ રૂપિયા) વધારાના સામાન ઉપર પણ ડ્યૂટી લાગૂ કરવા ધમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા ચીનથી આયાત કરવામાં આવતા 200 અબજ ડોલરના સામાન ઉપર ડ્યૂટી વધારવાની પહેલા જ જાહેરાત કરી ચૂક્યું છે.

ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ ચીનમાંથી આયાત કરવામાં આવતી લગભગ તમામ વસ્તુઓ ઉપર ડ્યૂટી વધારવા માટે તૈયાર છે. ટ્રમ્પના આ પ્રકારના નિવેદન બાદ ચીને પણ જવાબી કાર્યવાહી કરવાની ધમકી ઉચ્ચારી છે. ચીને પણ વળતો પ્રહાર આપતા કહ્યું છે કે  તે પોતાને ત્યાં અહીં કામ કરી રહેલી અમેરિકન કંપનીઓ સામે કાર્યવાહી કરી શકે છે.