Not Set/ US OPEN : સેરેના વિલિયમ્સને હરાવી જાપાનની ઓસાકાએ જીત્યું પ્રથમ ગ્રાન્ડસ્લેમ

ન્યૂયોર્ક, ચાલુ વર્ષના અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનની શનિવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ફાઈનલ મેચમાં અમેરિકાની ટેનિસ સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સને મળેલી હાર સાથે તે ઈતિહાસ રચવાથી એક પગલું દૂર રહી ગઈ છે. Japanese tennis player Naomi Osaka beats American tennis players Serena Williams 6-2, 6-4 to win #USOpen 2018 title pic.twitter.com/JXqYAW66qv […]

Trending Sports

ન્યૂયોર્ક,

ચાલુ વર્ષના અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનની શનિવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ફાઈનલ મેચમાં અમેરિકાની ટેનિસ સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સને મળેલી હાર સાથે તે ઈતિહાસ રચવાથી એક પગલું દૂર રહી ગઈ છે.

ન્યુયોર્કના અર્થર એશ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસાકાએ દુનિયાની પૂર્વ નંબર એક ખેલાડી વિલિયમ્સને હરાવી ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઓશાકાએ સેરેના વિલિયમ્સને સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી હરાવી ખિતાબ પર કબ્જો કરી લીધો છે.

સેરેના વિલિયમ્સ સામે જાપાની ખેલાડીની આ બીજી જીત છે. આ પહેલા ચાલુ વર્ષના માર્ચ મહિનામાં રમાયેલા મિયામી ઓપનમાં સેરેનાને હરાવી હતી.

sports-us-open-japan-naomi-osaka-beats-serena-williams-win-women-single-title

આ હાર સાથે દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનું ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતીને ઓસ્ટ્રેલિયાના માર્ગેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરવાનું સપનું અધૂરું રહ્યું છે.

બીજી બાજુ ૨૦ વર્ષીય ખેલાડી નાઓમી ઓસાકા માટે આ શાનદાર જીત એટલા માટે મહત્વની છે કારણ કે, જાપાન તરફથી કોઈ પણ સિંગલ મુકાબલામાં ગ્રાન્ડસ્લેમ જીતનારી આ પ્રથમ મહિલા ખેલાડી છે.