પૂર્વ દિલ્હીના શકરપુર વિસ્તારમાં વિકાસ માર્ગ પર મોડી રાત્રે એક વેગનાર કાર અકસ્માતનો ભોગ બની હતી. કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાંથી બે યુવતીઓને ઈજા થઈ હતી. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સારવાર દરમિયાન બંને યુવતીઓનું મોત નીપજ્યું હતું.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે અન્ય ઘાયલોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. હજુ સુધી ઘાયલો અને મૃતકોની ઓળખ થઈ શકી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, વેગનાર કારમાં સવાર લોકો એક કાર્યક્રમમાં હાજરી આપીને દિલ્હીના પીરાગઢી વિસ્તારમાંથી કર્કડૂમા ઘરે જઈ રહ્યા હતા ત્યારે વિકાસ માર્ગ પર અકસ્માત થયો હતો. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કારની ઓવર સ્પીડ હતી, જેના કારણે આશંકા છે કે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હશે, જેના કારણે કાર અકસ્માતનો શિકાર બની છે. કાર કેવી રીતે અકસ્માતનો ભોગ બની તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.
