કોંગ્રેસે પંજાબમાં દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પહેલાં મુખ્યમંત્રી બનાવ્યા અને પછી ઉત્તરાખંડમાં દલિત મુખ્યમંત્રીનો દાવ ખેલ્યો. અને હવે કોંગ્રેસ ગુજરાતના દલિત નેતા જીગ્નેશ મેવાણીને ગળે લગાવી રહી છે. આ રીતે કોંગ્રેસ હવે ભાજપ સામે બે બે હાથ કરવા માટે દલિત એજન્ડા સેટ કરતી જોવા મળી રહી છે.
ભાજપ સાથે મુકાબલામાં સતત પછડાઇ રહેલી કોંગ્રેસ હવે તેના રાજકીય સમીકરણોને તાજા કરવાની કવાયતમાં પડી ગઇ છે. પહેલાં પંજાબમાં દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા અને પછી ઉત્તરાખંડમાં દલિત મુખ્યમંત્રીનો દાવ ખેલ્યો. અને હવે કોંગ્રેસ ગુજરાતના દલિત નેતા જીગ્નેશ મેવાણીને ગળે લગાવી રહી છે. આ રીતે કોંગ્રેસ હવે ભાજપ સામે બે બે હાથ કરવા માટે દલિત એજન્ડા સેટ કરતી જોવા મળી રહી છે.
રાહુલ ગાંધીની હાજરીમાં કનૈયા કુમારે કોંગ્રેસમાં સામેલ થઇ ગયા. ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં તો આવ્યા પણ તેમણે ઔપચારિક રીતે કોંગ્રેસની સદસ્યતા લીધી નથી. તે પછી એક પ્રેસ કોન્ફરન્સમાં કનૈયાકુમારે કહ્યુ કે, કોંગ્રેસ બચશે તો દેશ બચશે તો જીગ્નેશ મેવાણીએ કહ્યુ કે, આજે આપણું સંવિધાન, લોકતંત્ર ખતરામાં છે, આપણે તેને બચાવવાનું છે. મેવાણીએ કહ્યુ કે ,હું એક અપક્ષ ધારાસભ્ય છું અને એટલા માટે ઔપચારિક રીતે કોંગ્રેસમાં સામેલ થઇ શકતો નથી પણ આ વિચાર સાથે હોવું મહત્વપુર્ણ છે. અને રાહુલ ગાંધીએ કહ્યુ કે, સદસ્યતા તો કાલે પણ કરી લઇશું. હાલમાં પોતાના મતવિસ્તારના લોકો સાથે ઉભા રહો. જીગ્નેશ મેવાણીએ કહ્યુ કે, 2022ની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ પર જ લડીશ. અને તેના માટે કેમ્પેઇન પણ કરીશ.
झूठ के साम्राज्य में सच से ही क्रांति आती है।
नए-पुराने सभी साथियों को मिलकर इस सत्याग्रह में भाग लेना होगा।#BhagatSingh pic.twitter.com/NycbXjHI04
— Rahul Gandhi (@RahulGandhi) September 28, 2021
જીગ્નેશ મેવાણીને દલિત આંદોલનથી મળી ઓળખાણ
દલિત આંદોલન મારફતે રાજકીય ઓળખ વધારનારા જીગ્નેશ મેવાણી રાહુલગાંધીની હાજરીમાં કોંગ્રેસના સ્ટેજ પર જોવાયા. જીગ્નેશ મેવાણી રાજનીતીમાં આવતા પહેલાં પત્રકાર, વકીલ હતા અને પછી દલિત એક્ટિવિસ્ટ બન્યા અને હવે નેતાગીરી કરી રહ્યા છે. ગુજરાતમાં તેઓ અપક્ષ ધારાસભ્ય છે. મેવાણી અચાનક ચર્ચામાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમણે ગુજરાતમાં ઉનાવાળી ઘટના બાદ જાહેરાત કરી હતી કે, હવે દલિત લોકો સમાજ માટે મરેલા ઢોરના ચામડા કાઢવા, મેલું ઉપાડવું જેવા ગંદા કામ નહી કરે. તે પછી મેવાણી દેશભરમાં ચર્ચાના સ્થાને હતા.
ગુજરાતની આરક્ષિત વડગામ વિધાનસભા બેઠકથી જીગ્નેશ મેવાણી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. અને જીતીને ધારાસભ્ય બન્યા. કોંગ્રેસે જીગ્નેશના સમર્થનમાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો ન હતો. જેનો ફાયદો તેમને મળ્યો હતો. મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની ટુકડી 2017માં ગુજરાતની ચૂંટણીમાં ભાજપને પડકાર ફેકનારા ચહેરા તરીકે સામે આવ્યા હતા. જો કે બાદમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા. જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસનો ભાગ બની ચૂકયા છે અને ગુજરાતમાં પાર્ટીના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે. તો જીગ્નેશ મેવાણીની છબી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિતીઓની આલોચના કરવા વાળા નેતા તરીકે રહી છે. અને હવે તેઓ કોંગ્રેસમાં ઔપચારિક રીતે એન્ટ્રી કરવાની ફિરાકમાં છે.
કોંગ્રેસની નજર 2024ની લોકસભા ચૂંટણી પર
કોંગ્રેસની નજર આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીની સાથે 2024ની લોકસભા ચૂંટણી પર પણ છે. ચૂંટણીમાં જીતના દ્વાર સુધી પહોચવા માટે કોંગ્રેસ જાતિય સમીકરણોની સાથે યુવાનો પર દાવ લગાવી રહી છે. કારણ કે 2024ની ચૂંટણીમાં વધારેથી વધારે બેઠકો પર જીત મેળવી શકાય. દલિતનો સકારાત્મક સંકેત આપવા માટે પહેલાં ચરણજીતસિંહ ચન્નીને પંઝાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અને હવે જીગ્નેશ મેવાણીની પાર્ટીમાં ઔપચારિક એન્ટ્રી કરવામાં આવી. સ્પષ્ટ છે કે કોંગ્રેસ પોતાના જૂના અને પરંપરાગત દલિત વોટને ફરીથી પરત લાવવા માટે દરેક પ્રકારના પગલાં ભરવા તૈયાર છે.
ઉનાકાંડના વિરૂદ્ધમાં લાંબા સંઘર્ષને કારણે જીગ્નેશ મેવાણી ગુજરાતમાં એક યુવા દલિત નેતાના રૂપમાં સામે આવ્યા. આ ઘટનાનો અવાજ સંસદમાં પણ ગુંજ્યો અને મેવાણી ગુજરાતની બહાર પણ દલિત યુવાનોમાં લોકપ્રિય થતા ગયા અને મોદી વિરોધનો ચહેરો પણ બનતા ગયા. તેવામાં કોંગ્રેસ હવે ચરણજીત સિંહ ચન્ની અને જીગ્નેશ મેવાણી દ્વારા દેશભરમાં દલિત મતને સાધવાનો દાવ ખેલી રહી છે.
કોંગ્રેસ સેટ કરી રહી છે દેશમાં દલિત રાજકારણ
દલિત કાર્ડના સહારે કોંગ્રેસ ગુજરાત અને પંજાબમાં જ નહી પણ ઉત્તરપ્રદેશમાં પણ બહુજન સમાજ પાર્ટીના ગઢમાં પણ ગાબડુ પાડવાનો પ્રયાસ વધારે કરશે. કોંગ્રેસનો આ રાજકીય દાવ ખેલવાની તૈયારીનું સૌથી મોટુ કારણ એ છે કે ચરણજીતસિંહ ચન્ની આખા દેશમાં હાલના સમયમાં દલિત સમાજના એક માત્ર મુખ્યમંત્રી છે.
ભાજપ ગઠબંધનની દેશના 17 રાજ્યોમાં સરકાર છે. પણ દલિત મુખ્યમંત્રી એક પણ નથી. એટલું જ નહી ભાજપે પોતાના ગઠનને લઇને અત્યાર સધી કોઇ પણ રાજ્યમાં કોઇ દલિત ચહેરાને મુખ્યમંત્રી બનાવ્યો નથી. જ્યારે કોંગ્રેસે બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડુથી લઇને આંધ્રપ્રદેશ અને રાજસ્થાન પછી હવે પંજાબમાં પણ દલિત મુખ્યમંત્રી આપ્યો છે. બિહારમાં જીતનરામ માંઝીના 2015માં મુખ્યમંત્રી પદથી હટ્યા પછી છ વર્ષમાં કોઇ પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી હતો નહી.