Uttar Pradesh/ મહાશિવરાત્રી નિમિત્તે પ્રિયંકા ગાંધીએ ભગવાન શિવના દર્શન કર્યા, જલાભિષેક બાદ પૂજા કરી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ભગવાન શિવના દર્શન કરવા લખનૌના સિહારી શિવ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પુજા કરી હતી.

Top Stories India
priyanka

દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. શિવ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ભગવાન શિવના દર્શન કરવા લખનૌના સિહારી શિવ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પુજા કરી હતી.

આ પણ વાંચો:મહાશિવરાત્રીના દિવસે અંજારમાં નંદી મંદિર ખુલ્લું મુકાયું

પ્રિયંકા ગાંધીએ સામાન્ય નાગરિકોની જેમ દર્શન માટે લાઇનમાં લાગ્યા હતા. અને તેમનો નંબર આવતા ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. પ્રિયંકા ગાંધીએ સૌપ્રથમ શિવલિંગને જળ ચઢાવ્યું અને સૌને સુખ અને શાંતિની કામના કરી. આ દરમિયાન પ્રિયંકાની આસપાસ અન્ય ઘણા ભક્તો પણ હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે દર્શન કર્યા બાદ પ્રિયંકા મંદિરની બહાર બાળકોને પણ મળી હતી. આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી યુપી ચૂંટણીને લઈને રેલીઓ કરી રહ્યા છે, જેના કારણે દર્શન કરીને પ્રિયંકા સિદ્ધાર્થનગર જવા રવાના થઈ ગયા હતા.

મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ મંદિરોમાં પૂજા માટે લોકોની કતારો જોવા મળી રહી છે. દરેક મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. દૂધથી જલાભિષેક કરવામાં આવે છે તો ભાંગ અને ધતુરા પણ ચઢાવવામાં આવે છે. લોકો જલાભિષેક કરીને ભગવાન ભોલેનાથનું ધ્યાન કરી રહ્યા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જામી છે. ધામધૂમથી પૂજા કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રીના પાવન અવસર પર દેશના અનેક સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજ્યપાલ ધનકરને મળ્યા, વિધાનસભા સત્રના સમય અંગે ચર્ચા કરી

આ પણ વાંચો: શિક્ષકે સીએમ ગેહલોતને લોહીથી લખ્યો પત્ર, જૂની પેન્શન યોજના અંગે કહી આ વાત