કચ્છ/ મહાશિવરાત્રીના દિવસે અંજારમાં નંદી મંદિર ખુલ્લું મુકાયું

અંજારની ભાગોળે આવેલ ગોવર્ધન નંદિશાળા ખાતે મહાશિવરાત્રીના દિવસે નંદિનું મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું, વાજતેગાજતે શાસ્ત્રોકત વિધિપૂર્વક પૂજન કરીને મંદિરને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ તકે ભગવાનદાસજી મહારાજ,ધારાસભ્ય વાસણભાઇ આહિર ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Others
અજાર

મહાશિવરાત્રીના દિવસે એક અનોખો પ્રસંગ ઉજવાયો હતો. અંજારની ભાગોળે આવેલ ગોવર્ધન નંદિશાળા ખાતે મહાશિવરાત્રીના દિવસે નંદિનું મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું, વાજતેગાજતે શાસ્ત્રોકત વિધિપૂર્વક પૂજન કરીને મંદિરને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ તકે ભગવાનદાસજી મહારાજ,ધારાસભ્ય વાસણભાઇ આહિર ઉપસ્થિત રહ્યા હતા.હાલમાં જીવંત નંદિની સવાર સાંજ પૂજા કરવામાં આવે છે પણ તેની સાથે હવે નંદિની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે જે મહા શિવરાત્રીના દિવસે ભાવિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

anjar

નંદીઓને 101 કિલો લાપસી પીરસવામાં આવી
અંજાર સચીદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે ગોવર્ધન નંદિશાળાની સ્થાપના 26 ઓગસ્ટ 2019ના કરવામાં આવી હતી. અહીં 600 જેટલા નાના મોટા નંદીઓનો નિભાવ થાય છે ત્યારે આ તમામ નંદીઓનું મહા શિવરાત્રીના દિવસે પૂજન કરીને 101 કિલોની લાપસી પીરસવામાં આવી હતી..આ કાર્યમાં સંવેદના ગૌ સેવા ગ્રુપ દ્વારા તમામ કાર્યકર સેવા કાર્યમાં જોડાયા હતા.

આ પણ વાંચો:મહાશિવરાત્રિ પર કરો રુદ્રાભિષેક, ધનલાભ સહિત અન્ય મનોકામનાઓ થઈ શકે છે પૂર્ણ

ભગવાન શિવની પૂજા માટે ઘણા મંત્રો, સ્તોત્રો અને સ્ત્રોતોની રચના કરવામાં આવી છે. રુદ્રાભિષેક પણ આમાંથી એક છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવનું એક નામ રુદ્ર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે – ब्रह्मविष्णुमयो रुद्रः, બ્રહ્મા વિષ્ણુ પણ રુદ્રમય છે.  શિવપુરાણ અનુસાર, વેદોનો સાર રુદ્રાષ્ટાધ્યાયી છે, જેમાં આઠ અધ્યાયમાં કુલ 176 મંત્રો છે, આ મંત્રો દ્વારા રુદ્રનો ત્રિગુણ સ્વરૂપે અભિષેક કરવામાં આવે છે. અભિષેક શબ્દનો શાબ્દિક અર્થ સ્નાન કરવાનો છે. રુદ્રાભિષેક એટલે ભગવાન રુદ્રનો અભિષેક એટલે કે રુદ્રમંત્રોથી શિવલિંગનો અભિષેક. આ વખતે, મંગળવાર, 1 માર્ચ, મહાશિવરાત્રી છે. આ દિવસે અલગ-અલગ સામગ્રીથી રુદ્રાભિષેક કરવાથી આપણને અનેક લાભો મળી શકે છે અને આપણી મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે.

રુદ્રાભિષેક મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે
એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના રુદ્રાભિષેકથી ઇચ્છિત પરિણામોની પ્રાપ્તિ થાય છે સાથે જ ગ્રહજન્ય દોષો અને રોગોથી જલ્દી મુક્તિ મળે છે. એટલે કે રુદ્ર તમામ દેવતાઓના આત્મામાં છે અને તમામ દેવતાઓ રુદ્રના આત્મામાં છે. મહાશિવરાત્રી અને સાવન માં ભગવાન શિવના ‘રુદ્રાભિષેક’નું વિશેષ મહત્વ છે. રૂદ્રાભિષેકમાં 3 થી 4 કલાક જેટલો સમય લાગે છે.