@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
વર્ષ 2014માં જે ગુજરાત મોડલ વિશે તમે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળ્યા હતા. તે ગુજરાતની સ્થિતિ કેવી છે શું તમે જાણો છો? તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં કહેલા તે વાક્ય કેટલા સાચા છે? જવાબ તમને રાજ્યની સીમામાં આવતા તુરંત જ મળી જશે. જો કે અહી વાત અમે લીંબડી શહેરની કરી રહ્યા છે, જ્યા આવેલી એક સોસાયટીની હાલત પણ કહી બતાવશે કે અહી વિકાસનાં નામે શું છે.
રાજકારણ / જુઠ અને ફાલતુ નારા માટે મોદી સરકાર પાસે છે એક મંત્રાલયઃ રાહુલ ગાંધી
આપને જણાવી દઇએ કે, લીંબડી શહેરની અવધપુરી સોસાયટીમાં તૂટેલાં નાળાને કારણે અકસ્માતનો થવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે. તૂટેલાં નાળા ઉપરથી પસાર થતાં હરિૐ નગર, વૃંદાવન, અવધપુરી સહિત સોસાયટીના રહીશો નાળું રિપેર કરવા ન.પાલિકાને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ સુધરાઈ તંત્ર 6 માસથી કોઈ પગલા નહીં ભરતાં રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લીંબડીની અવધપુરી સોસાયટીમાં 6 મહિનાથી ગટર ઉપર બનાવેલું નાળું તૂટી ગયું છે. તૂટેલાં નાળા પરથી હરિૐનગર, વૃંદાવન 1-2, અવધપુરી 1-2 સહિતની સોસાયટીના રહીશો અને વાહનચાલકો જીવના જોખમે ચાલવા મજબૂર બન્યા છે. તૂટેલાં નાળામાં અનેકવાર નાના-મોટા અકસ્માતના બનાવ પણ બની ચૂક્યા છે. નાના ભૂલકાઓ, પશુધનો તૂટેલાં નાળામાં પડીને ઘાયલ થઈ ચૂક્યા છે.
સુરેન્દ્રનગર: વિદેશી દારૂનાં જથ્થા સાથે ટેન્કર ઝડપાતા ચકચાર, રૂ. 36.21 લાખનો મુદ્દામાલ જપ્ત
હરિૐ નગર, વૃંદાવન સહિત સોસા.માં રહેતા મુકેશભાઈ કઠવાડીયા, જયેશભાઈ દવે, નીતાબેન સોલંકી, શ્યામભાઈ ખત્રી, નિરવભાઈ શેઠ, પૃથેસભાઈ, જયેશભાઈ સહિતના રહીશો ન.પાલિકાને તૂટેલું નાળું રિપેર કે નવું બનાવી આપવા રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ પાલિકા 6 મહિનાથી નાળાનું કામ કરવાને બદલે ખો આપી રહ્યું હોવાનો રહીશોએ આક્ષેપ લગાવ્યો છે. તૂટેલાં નાળાને કારણે મોટો અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સુધરાઈ તંત્રની રહેશે તેવું રહીશોએ જણાવ્યું હતું. ટૂંક સમયમાં નાળાનું કામ હાથ ધરવામાં નહીં આવે તો ત્યાંના રહીશોએ આશ્ચર્ય જનક કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.