કોરોના ટેસ્ટીંગ/ સુરત મનપા તંત્રની તમામને સૂચના, આ લક્ષણો હોય તો ફરજિયાત કરાવવો કોરોના ટેસ્ટ

ગુજરાત રાજ્યનાં બે જિલ્લા કે જ્યા સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. જેમા એક અમદાવાદ અને બીજો સુરત જિલ્લો છે.

Top Stories Gujarat Surat
cricket 66 સુરત મનપા તંત્રની તમામને સૂચના, આ લક્ષણો હોય તો ફરજિયાત કરાવવો કોરોના ટેસ્ટ
  • સુરત મનપા તંત્રની તમામને સૂચના
  • કોરોનાના નવા લક્ષણો હોવાથી ટેસ્ટ કરાવવું જરૂરી
  • 7 લક્ષણો હોયતો ફરજિયાત ટેસ્ટ કરાવવો
  • શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ લાલ થવી
  • ગળામાં દુ:ખાવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી
  • ડાયરિયા, પેટમાં, માથામાં દુખાવો થવો
  • ચામડી પર ખંજવાળ આવવા જેવા લક્ષણો

ગુજરાત રાજ્યનાં બે જિલ્લા કે જ્યા સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. જેમા એક અમદાવાદ અને બીજો સુરત જિલ્લો છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાએ સ્થિતિને પૂરી રીતે બદલી નાખી છે. સુરતની વાત કરીએ તો સતત વધી રહેલા કોરોનાનાં કેસને કારણે અહી તંત્ર સજાગ બન્યુ છે.

Covid-19: અમદાવાદ બન્યુ કોરોનાનું ગઢ, શહેરમાં નવા 27 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં થયો વધારો

કોરોનાને હરાવવા માટે ખાસ વધુ ને વધુ ટેસ્ટિંગ પણ ખૂબ જરૂરી છે. જો કે સુરતમાં કોરોનાનાં ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો જ છે. આ સિવાય સુરત મનપા તંત્રએ તમામને સૂચના આપી છે કે, કોરોનાનાં હવે નવા લક્ષણો હોવાથી ટેસ્ટિ કરાવવું જરૂરી છે. તંત્રનું કહેવુ છે કે, જો આ અમુક લક્ષણો હોય તો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ. જેવા કે, શરીરમાં કળતર, દુખાવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડી જવી, ડાયરિયા, પેટમાં, માથામાં દુખાવો થવો અને ચામડી પર ખંજવાળ આવવી. આ અમુક લક્ષણો છે જેને લઇને તંત્રએ નાગરિકોને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

‘ઘૈર્ય’ની કસોટી: સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ટાઇપ-૧ એક દુર્લભ બિમારી, જાણો શું થાય છે આ બીમારીમાં

ઉલ્લેખનીય છે કે, સુરતમાં સતત વધી રહેલા કેસનાં કારણે અહી વસતા પરપ્રાંતિય મજૂરોને હવે ડર લાગવા લાગ્યો છે. સુરતમાં વસતા પરપ્રાંતિયોને કોરોનાનાં કેસ વધતા ફરીથી લોકડાઉન થવાનો ડર સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આ પરપ્રાંતિયોએનું પલાયન શરૂ કરી દીધુ છે. પોતાના ઘરે જલ્દી જવાનુ વિચારતા આ પરપ્રાંતિયો બમણું ભાડું આપીને પણ ઘરે જવા તૈયાર થયા છે. જો કે મહાનગર પાલિકા અને અન્ય ઘણા સંગઠનોએ પરપ્રાંતિયોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે લોકડાઉન માત્ર એક અફવા છે, પરંતુ કોઈ તેમની વાતને સ્વીકારવા તૈયાર નથી. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી સુરતનાં જુદા જુદા ભાગોથી મજૂરોનું સ્થળાંતર થઈ રહ્યું છે. લોકડાઉનનો ડર લોકોમાં એટલો ફેલાયો છે કે લોકો ઉંચા ભાડા સાથે પણ મુસાફરી કરી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ