કોરોના રોગચાળા વચ્ચે કોંગ્રેસ પાર્ટી અને તેમા ખાસ રાહુલ ગાંધી કેન્દ્ર પર સતત આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોનાથી મોતની સંખ્યા છુપાવવા બદલ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને પૂછ્યું, ‘ભારત સરકારનું સૌથી કાર્યક્ષમ મંત્રાલય કયું છે?’ આ જ ટ્વિટમાં તેમણે વધુમાં લખ્યું કે, ‘જુઠ અને ફાલતુ નારા લગાવનાર ગુપ્ત મંત્રાલય.’
ગેરવર્તણૂક / ગુસ્સામાં સ્ટમ્પ્સને લાત મારવી અને એમ્પાયર સાથે ખરાબ વર્તણૂક શાકિબ અલ હસનને ભારે પડ્યું
દેશમાં આજે કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે. દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે દેશ માટે એક રાહતનાં સમાચાર છે. આ વચ્ચે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કરવાનુ બંધ કર્યુ નથી. આપને જણાવી દઇએ કે, શનિવારે રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર કોરોના મહામારી, વધતી મોંઘવારી અને દેશમાં બેકાબૂ બેરોજગારીને લઈને ટીકા કરી હતી. રાહુલે ટ્વીટમાં લખ્યું છે કે, મહામારી, મોંઘવારી, બેકારી, જે તમામ જોઇને પણ મૌન બેઠા છે, દેશની જનતા તેને જાણે છે- જવાબદાર કોણ. એટલું જ નહીં, 11 જૂને રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ સત્યથી, સવાલોથી, કાર્ટૂનથી- તે તમામથી ડરે છે.
– Which is GOI’s most efficient ministry?
– The secret Ministry for Lies & Empty slogans
— Rahul Gandhi (@RahulGandhi) June 13, 2021
વિવાદ / લોકગાયિકા ગીતા રબારી રસી લીધા બાદ વિવાદમાં, જાણો શું છે કારણ
આ અગાઉ કોંગ્રેસનાં નેતાએ માંગણી કરી હતી કે ઓનલાઇન નોંધણી વિના રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતા દેશનાં દરેક નાગરિકને રસી આપવામાં આવે. રાહુલે ટ્વીટમાં લખ્યું છે કે, “રસી માટે ઓનલાઇન નોંધણી પૂરતું નથી. રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતા દરેકને તેનો લાભ મળવો જોઈએ. જેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, જેમની પાસે ઇન્ટરનેટ નથી, તેઓને પણ જીવવાનો અધિકાર છે.” દરરોજ બે-ત્રણ ટ્વીટ કરીને રાહુલ ગાંધી કોરોના રોગચાળા, બેકારી, અર્થતંત્રનાં મુદ્દા પર કેન્દ્રને ઘેરવાનો પૂરો પ્રયત્ન કરે છે. આ સિવાય કોંગ્રેસનાં અન્ય નેતાઓ પણ જુદા જુદા મુદ્દાઓ પર કેન્દ્રને ઘેરી લેવાની કોઈ તક છોડતા નથી.
દુઃખદ અવસાન / કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઇન્દિરા હૃદયેશનું હાર્ટ એટેકથી નિધન, સીએમ તીરથસિંહ સહિત નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું
उत्तराखंड में कांग्रेस पार्टी की एक मज़बूत कड़ी, डॉ इंदिरा हृदयेश जी के निधन का दुखद समाचार मिला। वे अंत तक जन सेवा एवं कांग्रेस परिवार के लिए कार्यरत रहीं। उनके सामाजिक व राजनीतिक योगदान प्रेरणास्रोत हैं।
उनके प्रियजनों को शोक संवेदनाएँ। pic.twitter.com/b8KmeSCoqw
— Rahul Gandhi (@RahulGandhi) June 13, 2021
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડ વિધાનસભાનાં વિપક્ષી નેતા ઇન્દિરા હૃદયેશનું આજે એટલે કે રવિવારે અવસાન થયું છે. તે કોંગ્રેસની બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવવાનાં હતા, પરંતુ હાર્ટ એટેક આવતાં તેમનું મોત નીપજ્યું હતું. કોંગ્રેસનાં નેતા અને સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઇન્દિરા હૃદયેશનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

