Not Set/ અરવલ્લીમાં લોકમેળા પર લાગ્યું કોરોનાનું ગ્રહણ, નવાગામના કંટાળુ હનુમાનનો મેળો નહીં યોજાય

રાજયમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા સંક્રમણ ન વધે તે માટે કડક પગલા લેવાઈ રહ્યા છે. કોરોના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ તહેવારોની ઉજવણી તેમજ મેળાઓ રદ્દ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે […]

Gujarat Others
fair અરવલ્લીમાં લોકમેળા પર લાગ્યું કોરોનાનું ગ્રહણ, નવાગામના કંટાળુ હનુમાનનો મેળો નહીં યોજાય

રાજયમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા સંક્રમણ ન વધે તે માટે કડક પગલા લેવાઈ રહ્યા છે. કોરોના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ તહેવારોની ઉજવણી તેમજ મેળાઓ રદ્દ કરવામાં આવી રહ્યા છે.

આ વર્ષે અરવલ્લીમાં 100 વર્ષથી ત્રિ-દિવસીય યોજાતો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. અરવલ્લીમાં દર વર્ષે આંબલી અગિયારસના રોજ નવાગામ ખાતે કંટાળું હનુમાનજી ખાતે 3 દિવસ સુધી આ મેળો ચાલે છે. આ મેળો આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો પરંપરાગત મેઘરજના નવાગામ ખાતે યોજાય છે.

જે આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત અને અગ્રણીઓ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ મેળો રદ્દ કરવામાં આવ્યો છે. 100 વર્ષથી યોજાતા મેળામાં આટલા વર્ષોમાં પ્રથમ વખત કોરોનાના કારણે પરંપરા તોડવામાં આવી રહી છે.

આ લોકમેળામાં મોટા પ્રમાણમાં લોકો આવતા હતા. અહી વેપારી પોતાની ચીજવસ્તુ સાથે સ્ટોલ પણ ઉભા કરી શકતા. પરંતુ આ વર્ષે આ તમામ પ્રક્રિયા બંધ રહેશે માત્ર સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન જ કરી શકાશે.