Not Set/ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે દિવથી કોડીનાર બાઇક રેલીનું આયોજન

દીવ, આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 128 જન્મજયંતિની ઉજવણીની સાથોસાથ “જાતિ તોડો બહુજન સમાજ જોડો” ના મુખ્ય ઉદ્દેશ સાથે દીવમાં એસી, એસટી, ઓબીસી  અને માઇનોરીટી એકતા દ્વારા નવચેતના યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરાયું હતું. દીવથી આ નવચેતના યાત્રા નો પ્રારંભ દીવ ના કિલ્લા થી કરવામાં આવ્યો. આ યાત્રાને ભ્રતે […]

Gujarat Rajkot
બાઇક રેલી 1 બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે દિવથી કોડીનાર બાઇક રેલીનું આયોજન

દીવ,

આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 128 જન્મજયંતિની ઉજવણીની સાથોસાથ “જાતિ તોડો બહુજન સમાજ જોડો” ના મુખ્ય ઉદ્દેશ સાથે દીવમાં એસી, એસટી, ઓબીસી  અને માઇનોરીટી એકતા દ્વારા નવચેતના યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરાયું હતું. દીવથી આ નવચેતના યાત્રા નો પ્રારંભ દીવ ના કિલ્લા થી કરવામાં આવ્યો. આ યાત્રાને ભ્રતે પ્રતીક શ્રેષ્ઠી ના હસ્તે લીલી ઝંડી આપી દીવથી રવાના કરવામાં આવી હતી. આ નવચેતના યાત્રામાં દીવની સાથે ગુજરાતના લોકો પણ બહોળી સંખ્યમાં જોડાયા હતા.

બાઇક રેલી 2 બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે દિવથી કોડીનાર બાઇક રેલીનું આયોજન
Bike rally at Div

આ યાત્રા નો પ્રારંભ દીવ થી નવ વાગે કરવામાં આવ્યો જે અહમદપુર માંડવી, દેલવાડા, ઉના, સિલોજ, નાથળ, કેસરિયા, સિમાસી, ડોળાસા, માલગામ, નાનાવાડા, કાજ, માલશ્રમ, કડોદ્રા, દેવડી થઈ ને સાંજે કોડીનાર પહોંચશે. યાત્રા દરમિયાન જય ભીમ ના નારા પણ ગૂંજી ઉઠ્યા હતા. આ યાત્રા કોડીનાર ના છરાજાપા ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી પૂર્ણ કરવામાં આવશે. આ યાત્રા નો મુખ્ય ઉદ્દેશ્ય “જાતિ તોડો બહુજન સમાજ જોડો” હતો. આ નવચેતના યાત્રા ને સફળ બનાવવા દીવ દમણ ના ક્ષમતા સૈનિક ના પ્રમુખ વિનોદ જેઠવા અને યુવાઓ એ જહેમત ઊઠાવી હતી.