સુરત/ પટેલ પરિવારે 14 વર્ષીય બ્રેઈન ડેડ વ્હાલસોયા દીકરાનાં અંગોનું કર્યું દાન

રાજયમાં આવી ઘટના છાસવારે બનતી જોવા મળે  છે. ત્યારે ઈતિહાસ ના સૌથી નાની ઉંમરના એટલે કે, 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયુ છે. લેઉવા પટેલ સમાજ  ના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયા ના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરીને એકસાથે છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક […]

Gujarat Surat
Untitled 579 પટેલ પરિવારે 14 વર્ષીય બ્રેઈન ડેડ વ્હાલસોયા દીકરાનાં અંગોનું કર્યું દાન

રાજયમાં આવી ઘટના છાસવારે બનતી જોવા મળે  છે. ત્યારે ઈતિહાસ ના સૌથી નાની ઉંમરના એટલે કે, 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયુ છે. લેઉવા પટેલ સમાજ  ના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયા ના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરીને એકસાથે છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે.સુરત શહેર પોલીસના સહકારથી હાથ, હ્રદય તથા ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નઈ તથા અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમવાર એક જ દિવસમાં 3 ગ્રીન કોરીડોર બનાવાયા હતા. ટેક્ષટાઇલ તથા ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામ્યું છે.બ્રેઈન ડેડ બાળક

કતારગામની રામપાર્ક સોસાયટીમાં રહેતો તેમજ ડભોલી વિસ્તારની બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 14 વર્ષીય ધાર્મિકને ગત 27 ઓક્ટોબરે ઉલટીઓ થતા બ્લડ પ્રેસર વધી જવાને લીધે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને લીધે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો ;સરદાર પટેલ જયંતિ વિશેષ / એક મહેલ છે કે જ્યાં બધું છે અને એક સ્મારક છે ત્યાં ધૂળના ઢગલા છે

સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિમીનું અંતર ફક્ત 105 મિનિટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરાયું છે. આ વ્યક્તિને 3 વર્ષ અગાઉ વીજ કરંટ લાગતા બંને હાથ-પગ કપાઈ ગયા હતા.

મુંબઈમાં હાથનું આ ચોથું ટ્રાન્સપ્લાન્ટ છે. હાથનું ટ્રાન્સપ્લાન્ટ ફક્ત 8 કલાક સુધીમાં કરવાનું હોય છે નહીં તો હાથ કામ કરતા બંધ થઇ જાય છે. જેથી બંને હાથને સમયસર મુંબઈ મોકલવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવાયો હતો તેમજ ચાર્ટર વિમાન મારફતે હાથને 105 મિનિટમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ પહોંચાડયા હતા.

આ પણ વાંચો ;કોરોના સંક્રમિત / ઉર્મિલા માતોંડકર થઈ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી