Not Set/ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ભૂખ હડતાળ, ગ્રામજનોએ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

છોટાઉદેપુર છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કછાટા ગામ  મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે 100 જેટલા ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી સામે ભૂખ હડતાળ પર બેસી ન્યાય ની માંગ કરી રહયા છે. ગ્રામજનો પોતાની રોજગારી છીનવી અને કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપ કરી રહયા છે. પરંતુ અધિકારીઓએ દ્વારા કોઈ પગલાં ના લેવાતા 100 જેટલા […]

Top Stories Gujarat Trending
afsd 4 મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ભૂખ હડતાળ, ગ્રામજનોએ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

છોટાઉદેપુર

છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કછાટા ગામ  મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે 100 જેટલા ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી સામે ભૂખ હડતાળ પર બેસી ન્યાય ની માંગ કરી રહયા છે.

ગ્રામજનો પોતાની રોજગારી છીનવી અને કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપ કરી રહયા છે. પરંતુ અધિકારીઓએ દ્વારા કોઈ પગલાં ના લેવાતા 100 જેટલા ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી સામે ભૂખ હડતાળ પર બેસી ન્યાયની માંગ અને સરકાર વિરુદ્ધ સૂત્રો ચાર પણ કર્યા હતા.

ગ્રામજનોનો આક્ષેપ છે કે 2017 માં ગામમાં એક તળાવ નું કામ થયું છે તેમાં ગ્રામજનોના નામે જોબ કાર્ડ પણ બન્યા અને તેઓની જાણ બહાર તેઓના ખાતામાં નાણા પણ જમાં થયા અને ઉપડી પણ ગયાં, પરંતુ વાસ્તવમાં સ્થળ ઉપર કોઈ કામ થયું જ નથી, લાભાર્થી ગ્રામજનો એ કોઈ કામ કર્યું જ નથી,

afsd 5 મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ભૂખ હડતાળ, ગ્રામજનોએ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

કોઈ જોબ કાર્ડની તેમણે જાણ નથી અને ખોટી રીતે દસ્તાવેજો લઈ જઈ તેમના બેંકમાં ખાતા ખોલાવ્યા જેની પાસબુક કે એ.ટી.એમ પણ તેમની પાસે નથી. ભ્રષ્ટાચારની પોલ ગામના એક જાગૃત શિક્ષિત નાગરિકે મનરેગાની ઓનલાઈન વેબસાઈટ ઉપર તપાસ કરતા બહાર આવ્યું છે ..જેને લઈ ટીડીઓ, મામલતદાર, ડીડીઓ અને કલેકટર સુધી તપાસની અને ન્યાયની માંગ કરી છે.