મુંબઈ
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જોવામાં આવે તો, આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં બિગ બી અમિતાભ બચ્ચન પણ નજરે પડશે.
જો કે જેમ-જેમ ફિલ્મની શૂટિંગ આગળ વધી રહી છે, તેમ રણબીર અને આલિયા ભટ્ટ વચ્ચેની નિકટતા પણ વધી રહી છે અને બંનેના પરિવારોએ એકબીજાને મળવાનું શરૂ કર્યું.
તમને જણાવી દઈએ કે, આલિયા શરૂઆતથી જ રણબીરને પસંદ કરતી હતી અને જ્યારે રણબીર આ ક્યુટ ગર્લને મળ્યા તો તેઓને પણ એક-બે મુલાકાતમાં આલિયાથી લવ થઇ ગયો હતો. જો કે, આલિયાએ પહેલેથી જ કહ્યું હતું કે, તે રણબીર સાથે લગ્ન કરવા માંગે છે.
જુઓ વીડીયો…
ફિલ્મ મેકર કરણ જોહર હોસ્ટેડ શોની ચોથી સિઝનમાં આલિયા પરિણિતી ચોપરા સાથે આવી હતી. આ શોમાં આલિયાએ કરણની સામે કહ્યું હતું કે, તે રણબીર સાથે લગ્ન કરવા માંગે છે. આ વિડીયો ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાય ગયો છે અને લોકો તેને ખૂબ જ શેર કરી રહ્યાં છે. આલિયા ભટ્ટના ફેન પેજ પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યું છે.
આ શોમાં આલિયા પરિણીતી ચોપરા સાથે પહોંચી હતી. જ્યારે આલિયા કહે છે કે તે રણબીર સાથે લગ્ન કરવા માંગે છે, ત્યારે કરણ તેમને પૂછે છે કે તમે તેના પિતાને આ વાત કહી છે ? અને શું નીતુ જી તમારા આ ફ્યુચર પ્લાનિંગ વિશે જાણે છે..? એટલું જ નહીં, કરણે જણાવ્યું હતું કે, કેટરીના તમારા પ્લાનિંગ વિશે જાણે છે કે આ સૌથી મહત્વની બાબત છે.
જો કે આ પ્રતિક્રિયામાં આલિયાએ કહ્યું હતું કે, “મારી યોજના વિશે બધા જાણે છે, માત્ર રણબીર જ નથી જાણતા”.