Not Set/ ભારે આર્થિક સંકટમાં ફસાયું સંયુક્ત રાષ્ટ્ર : યુએન મહાસચિવે પત્ર લખી આપી જાણકારી

સંયુક્ત રાષ્ટ્રના સચિવ એન્ટોનિયો ગુટિરેઝે સદસ્ય દેશોને પત્ર લખીને યુએનની આર્થિક પરિસ્થિતિઓ વિષે જણાવ્યું છે. યુએનના સચિવ દ્વારા  લખવામાં આવેલા આ પત્ર દ્વારા સાફ થઈ જાય છે કે સંયુક્ત રાષ્ટ્ર આ સમયે આર્થિક પરેશાનીઓમાંથી પસાર થઇ રહ્યું છે. ગુટિરેઝે એ વાત તરફ પણ ઈશારો કર્યો છે કે હાલ યુએનમાં ફંડની ખુબ સમસ્યા ચાલી રહી છે. અને જો […]

Top Stories World
UN logo ભારે આર્થિક સંકટમાં ફસાયું સંયુક્ત રાષ્ટ્ર : યુએન મહાસચિવે પત્ર લખી આપી જાણકારી

સંયુક્ત રાષ્ટ્રના સચિવ એન્ટોનિયો ગુટિરેઝે સદસ્ય દેશોને પત્ર લખીને યુએનની આર્થિક પરિસ્થિતિઓ વિષે જણાવ્યું છે. યુએનના સચિવ દ્વારા  લખવામાં આવેલા આ પત્ર દ્વારા સાફ થઈ જાય છે કે સંયુક્ત રાષ્ટ્ર આ સમયે આર્થિક પરેશાનીઓમાંથી પસાર થઇ રહ્યું છે. ગુટિરેઝે એ વાત તરફ પણ ઈશારો કર્યો છે કે હાલ યુએનમાં ફંડની ખુબ સમસ્યા ચાલી રહી છે. અને જો આવું જ રહ્યું તો એમને જરૂરી કાપ મુકવો પડશે.

Guterres e1532765756904 ભારે આર્થિક સંકટમાં ફસાયું સંયુક્ત રાષ્ટ્ર : યુએન મહાસચિવે પત્ર લખી આપી જાણકારી

એન્ટોનિયો ગુટિરેઝે પોતાના પત્રમાં લખ્યું કે યુએનમાં હાલ કેશની કમી ચાલી રહી છે. આ સંસ્થામાં આ વર્ષે કેશ ફલૉ ક્યારે પણ આટલો ધીમો નથી રહ્યો. આ નાણાકીય પરેશાની પાછળ એમણે સભ્ય દેશો દ્વારા સહયોગમાં મોડું થવાનું કારણ આપ્યું છે.

યુએનનું કોર બજેટ હાલમાં 5.4 બિલિયન ડોલર છે. અને 2018-19 માટે 7.9 બિલિયન ડોલર બજેટ પીસ કીપિંગ ફોર્સ માટે છે. સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોમાંથી 112 દેશોએ એમનું બજેટ ચૂકવી દીધું છે. જયારે 81 દેશો હજુ પણ ડિફોલ્ટર્સની યાદીમાં છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બ્રાઝીલ, મિસ્ર, ઇઝરાયેલ, પાકિસ્તાન, સાઉદી અરબ, અમેરિકા અને ઝિમ્બાબ્વે જેવા દેશો છે.

11215860 10155544986050696 8702355139748767385 n e1532766128178 ભારે આર્થિક સંકટમાં ફસાયું સંયુક્ત રાષ્ટ્ર : યુએન મહાસચિવે પત્ર લખી આપી જાણકારી

જણાવી દઈએ કે અમેરિકા યુએન બજેટમાં સૌથી વધારે સહયોગ આપે છે. અમેરિકા યુએનના કોર બજેટમાં 22 ટકા અને પીસ કીપિંગ બજેટ માં 28.5 ટકા યોગદાન આપે છે. પરંતુ પોતાના બજેટ વર્ષ અનુસાર અમેરિકા હંમેશા પોતાનું યોગદાન આપવામાં મોડું કરે છે.