Not Set/ મહારાષ્ટ્ર : મહાબળેશ્વર નજીક ૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી બસ, ૩૦ લોકોના મોત થયા હોવાની આશંકા

મુંબઈ, મહારાષ્ટ્રના રાયગઢ અને સતારા જિલ્લાની સીમા પર શનિવાર સવારે એક બસ ખાઈમાં પડી હોવાની ઘટના સામે આવી છે, શનિવાર સવારે મહાબળેશ્વર નજીક એક બસ ૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી છે અને આ બસમાં ૩0 લોકો સવાર હતા. આશંકા જતાવવામાં આવી રહી છે કે, આ બસમાં સવાર તમામ 30 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી […]

Top Stories India Trending
DjLiNTuXcAAihug મહારાષ્ટ્ર : મહાબળેશ્વર નજીક ૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી બસ, ૩૦ લોકોના મોત થયા હોવાની આશંકા

મુંબઈ,

મહારાષ્ટ્રના રાયગઢ અને સતારા જિલ્લાની સીમા પર શનિવાર સવારે એક બસ ખાઈમાં પડી હોવાની ઘટના સામે આવી છે, શનિવાર સવારે મહાબળેશ્વર નજીક એક બસ ૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી છે અને આ બસમાં ૩0 લોકો સવાર હતા. આશંકા જતાવવામાં આવી રહી છે કે, આ બસમાં સવાર તમામ 30 લોકોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસ દાપોલી એગ્રીકલ્ચર યુનિવર્સીટીથી રાયગઢ જઈ રહી હતી. જો કે આ ઘટના અંગેનું કારણ સામે આવ્યું નથી.

બીજી બાજુ સ્થાનિક તંત્ર તેમજ NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને રાહત – બચાવનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. જો કે ખાડીની ઉંડાઈ વધુ હોવાના કારણે રાહતના કાર્યમાં અડચણો સામે આવી રહી છે.

મહત્વનું છે કે, આ પહેલા ગુરુવારે કોલ્હાપુરમાં પણ ભગવાન ગણેશની પૂજા કરીને પાછા ફરી રહેલી મીની બસ નદીમાં પડી ગઈ હતી. આ બસમાં ૧૭ લોકો સાથે સવાર હતા અને જેમાં ૧૩ લોકોના મૃત્યુ થયા હતા, જયારે ૪ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.