Not Set/ ગઢચિરૌલી એન્કાઉન્ટર: 2 દિવસમાં 37 નક્સલીઓને ઉતાર્યા મોતને ઘાટ, 17 લાશો નદીમાં તરતી મળી જોવા

  દેશભરમાં નકસલવાદથી પ્રભાવિત રાજ્યોને તેનાથી બહાર કાઢવા માટે કરવામાંમાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં રવિવારે મહારાષ્ટ્ર પોલીસને વધુ એક સફળતા મળી છે. નક્સલીઓ અને પોલીસ વચ્ચે થયેલ મુઠભેડમાં 37 નક્સલીઓને ઉતાર્યા મોતને ઘાટ ઉતાર્યા છે. મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયેલ નક્સલીઓ અને પોલીસ વચ્ચે થયેલ મુઠભેડમાં 17 લોશો નદીમાં તરતી જોવા મળી હતી. સોમવારના રોજ આ બધી લાશો મહારાષ્ટ્ર […]

Top Stories
nakshli ગઢચિરૌલી એન્કાઉન્ટર: 2 દિવસમાં 37 નક્સલીઓને ઉતાર્યા મોતને ઘાટ, 17 લાશો નદીમાં તરતી મળી જોવા

 

દેશભરમાં નકસલવાદથી પ્રભાવિત રાજ્યોને તેનાથી બહાર કાઢવા માટે કરવામાંમાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં રવિવારે મહારાષ્ટ્ર પોલીસને વધુ એક સફળતા મળી છે. નક્સલીઓ અને પોલીસ વચ્ચે થયેલ મુઠભેડમાં 37 નક્સલીઓને ઉતાર્યા મોતને ઘાટ ઉતાર્યા છે. મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયેલ નક્સલીઓ અને પોલીસ વચ્ચે થયેલ મુઠભેડમાં 17 લોશો નદીમાં તરતી જોવા મળી હતી. સોમવારના રોજ આ બધી લાશો મહારાષ્ટ્ર અને છતીસગઢ બોર્ડર પરથી મળી આવી હતી.

રવિવારના રોજ  મહારાષ્ટ્રના ગઢચિરૌલી ક્ષેત્રમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્ટી-નક્સલ ઓપરેશન દરમિયાન 16 નકસલવાદીઓને ઠાર માર્યા હતા. ગઢચિરૌલી ક્ષેત્રમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ઇતાપલ્લીના બોરિયા જંગલમાં થયું હતું. પોલીસની C-60 કમાન્ડોની એક સ્પેશિયલ ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

63887005 ગઢચિરૌલી એન્કાઉન્ટર: 2 દિવસમાં 37 નક્સલીઓને ઉતાર્યા મોતને ઘાટ, 17 લાશો નદીમાં તરતી મળી જોવા

સોમવારના રોજ થયેલ નક્સલીઓ અને પોલીસ વચ્ચે થયેલ મુઠભેડમાં 17 લોશો ઇન્દ્રાવતી નદીમાં તરતી જોવા મળી હતી. બે દિવસમાં સુરક્ષા જવાનો દ્વારા  37 નક્સલીઓને મારી નાખવામાં આવ્યા હતા. આ ઓપરેશન સફળતાપૂર્વક પર પડતા જવાનોએ ઉજવણી પણ કરી હતી અને સપના ચૌધરીના ગીત પર જવાનોએ ડાન્સ પણ કર્યો હતો. આ મુઠભેડને અત્યાર સુધીની સૌથી મોટી મુઠભેડ માનવામાં આવે છે.

હાલ મુઠભેડના સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલુ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ બીજી લાશો મળી શકે છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે માર્યા ગયેલા નક્સલીઓ પર 76 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા રાજ્યના નકસલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં સક્રિય નક્સલીઓ સામે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારોમાં વારંવાર ગામના લોકો અને નક્સલીઓ વચ્ચે સંઘર્ષની માહિતી સામે આવી રહી છે ત્યારે આ નક્સલીઓના સફાયા માટે બે દિવસથી પોલીસે ખાસ અભિયાન શરુ કર્યું છે.

મહત્વનું છે કે, ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં નક્સલી ગતિવિધિઓમાં ઘટાડો નોધાયો છે. સરકાર દ્વારા દેશના નકસલવાદથી પ્રભાવિત 126 જિલ્લાઓમાંથી 44 જિલ્લાને નક્સલ મુક્ત જાહેર કર્યાં છે. દેશના સૌથી વધુ નકસલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પણ ૩૫થી ઘટીને 30 થઇ ગઈ છે.