Not Set/ મિસાઈલ ખરીદવા ઘણાં દેશોએ ભારતનો કર્યો સંપર્ક- ડિફેન્સ મિનિસ્ટર

વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના એક ઈવેન્ટમાં ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું કે આપણા ઈન્ટિગ્રેટેડ મિસાઈલ પ્રોગ્રામની વિશ્વભરમાં વાત થાય છે, કારણ કે તેના પરિણામોનો દરેકને ખ્યાલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્પાદકોની પાસે ભારતીય મિલિટ્રી સિવાય પણ એક બજાર છે. વિશ્વને ભારતની વોરશીપ અન સાધારણ શીપ બનાવવાની ક્ષમતાનો પણ અંદાજ છે. આ કારણે ઘણાં દેશો આપણી પાસે […]

Top Stories India
Niramala Sitaraman 1111 મિસાઈલ ખરીદવા ઘણાં દેશોએ ભારતનો કર્યો સંપર્ક- ડિફેન્સ મિનિસ્ટર

વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના એક ઈવેન્ટમાં ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું કે આપણા ઈન્ટિગ્રેટેડ મિસાઈલ પ્રોગ્રામની વિશ્વભરમાં વાત થાય છે, કારણ કે તેના પરિણામોનો દરેકને ખ્યાલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્પાદકોની પાસે ભારતીય મિલિટ્રી સિવાય પણ એક બજાર છે. વિશ્વને ભારતની વોરશીપ અન સાધારણ શીપ બનાવવાની ક્ષમતાનો પણ અંદાજ છે. આ કારણે ઘણાં દેશો આપણી પાસે હથિયારો બનાવવાની મદદ માંગી રહ્યાં છે. ભારતની મિસાઈલને ઘણાં દેશો તેના હથિયારોમાં સામેલ કરવા માંગે છે. સીતારમણે કરેલું આ નિવેદન ખૂબ જ મહત્વનું છે. તેનું કારણ એ છે કે ભારત પારંપરિક રીતે હથિયારોની મોટા પ્રમાણમાં આયાત કરે છે. હાલ પણ મિલિટ્રીએ 50% હથિયારો ખરીદવા માટે વિદેશી સરકારો અને કંપનીઓ પર નિર્ભર રહેવું પડે છે.

ભારતને સક્ષમ નિકાસકાર બનાવવા દૂરંદેશી સાથેની યોજનાની આવશ્યકતા

સીતારમણે ભારતને એક સક્ષમ નિકાસકાર બનવા માટે એક લાંબા ગાળાની વ્યૂહરચના અને યોજના બનાવવાની આવશ્યક્તા છે તેવું કહ્યું છે. તેમણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું ઉદાહરણ આપ્યું હતું કે તેઓ ઘણા સમયથી કંપનીને નિકાસ વધારવા માટે અપીલ કરી રહ્યા છે. આ બાબતે HALની એરફોર્સ તરફથી સમયસર ચૂકવણી ના થતી હોવાની ફરિયાદ છે પરંતુ સામે પક્ષે તે પણ ફરિયાદ ઉઠી છે કે HAL દ્વારા સમયસર ઉત્પાદનોની સપ્લાય પૂરી પાડવામાં આવતી નથી. HAL ની ઉત્પાદન ક્ષમતા વધારવા છતાં એરફોર્સ દ્વારા કંપનીને અપાયેલા હાલના ઓર્ડરોને પૂરા કરવામાં પણ વધુ સમય લાગી શકે છે.