Not Set/ કોરોના મહામારી 2022માં નાબૂદ થઇ જશે!

WHO ના કોવિડ ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવ માને છે કે 2022 સુધીમાં વૈશ્વિક સ્તરે રોગચાળો નાબૂદ થઈ જશે

Top Stories World
WHO 1 કોરોના મહામારી 2022માં નાબૂદ થઇ જશે!

WHO ના કોવિડ ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવ માને છે કે 2022 સુધીમાં વૈશ્વિક સ્તરે રોગચાળો નાબૂદ થઈ જશે. ફેલાતી રોગચાળાએ સમગ્ર વિશ્વને ઘેરી લીધું છે, અને દરેક જણ તેના પરિણામો ભોગવી રહ્યા છે. નવેમ્બરમાં, જ્યારે લોકો ડેલ્ટા સંસ્કરણ સામે લડી રહ્યા હતા, ત્યારે એક નવું COVID પ્રકાર, ઓમિક્રોન ઉભરી આવ્યું છે.

દુનિયાભરમાં 54 લાખ મોતનું કારણ બનેલી કોરોના મહામારી 2022ના અંત સુધી સામાન્ય ફ્લૂમાં પરિવર્તિત થઈ શકે છે. તે ખતમ તો નહીં થાય, પરંતુ તેનાથી થતાં મૃત્યુ લગભગ શૂન્ય કરી શકાય એમ છે. ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાતો હોવાના અહેવાલો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા 100થી વધુ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસના ભવિષ્યને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

વિજ્ઞાનીઓનું માનવું છે કે, 2022ના અંત સુધી કોરોના વાઈરસ પણ એ સ્થિતિમાં પહોંચી જશે, જેમ 1918માં સ્પેનિશ ફ્લૂ અને 2009માં સ્વાઈન ફ્લૂ હતો. એટલે કે તે ખતમ તો નહીં થાય, પરંતુ દવાઓની મદદથી આવી બીમારીથી થતાં મોત રોકી શકાયા હતા.

ઉલ્લેખનીય છે કોરોના ના નવા વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઇ રહ્યો છે તે એક ચિંતાજનક બાબત છે, ઓમિક્રોનના કેસ હાલ બ્રિટનમાં વિસ્ફોટ સર્જાયો છે. ત્યાં ઓમિક્રોનના નવા કેસ 78 હજારથી વધુ નોંદાયા છે.