Not Set/ ભારતમાં વાયુ પ્રદુષણનું સ્તર પાકિસ્તાન કરતા પણ ખરાબ

દેશની આશરે 40 ટકા વસ્તી ઉત્તરમાં ગંગાના મેદાનોમાં રહે છે. જ્યાં વાયુ પ્રદુષણનું સ્તર નિયમિતરૂપે વિશ્વમાં કોઈપણ જગ્યા કરતાં વધુ છે.

Top Stories India Trending
પ્રદુષણનો ખતરો

ભારતમાં વાયુ પ્રદૂષણનું સ્તર સમય જતાં ભૌગોલિક રીતે વિસ્તર્યું છે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ સ્તર એટલી હદે વધી ગયું છે કે વ્યક્તિનું સરેરાશ આયુષ્ય 2.5 થી 2.9 વર્ષ સુધી ઘટી રહ્યું છે. શિકાગો યુનિવર્સિટીના રિપોર્ટમાં પ્રદૂષણના પરિણામો વિશે ચેતવણી આપવામાં આવી છે.

  • ઉ.ભારતમાં વાયુ પ્રદુષણના કારણે લોકોને જીવનું જોખમ
  • વાયુ પ્રદુષણના લીધે ઘટે છે લોકોનું આયુષ્ય
  • વાયુ પ્રદુષણના કારણે આયુષ્યમાં 2.9 વર્ષનો ઘટાડો
  • શિકાગો યુનિવર્સિટીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
  • વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં સામેલ છે ભારત

યુનિવર્સિટી ઓફ શિકાગોનો એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સ રિપોર્ટ જણાવે છે કે ભારત વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ છે, જેમાં 48 મિલિયનથી વધુ લોકો અથવા દેશની આશરે 40 ટકા વસ્તી ઉત્તરમાં ગંગાના મેદાનોમાં રહે છે. જ્યાં વાયુ પ્રદુષણનું સ્તર નિયમિતરૂપે વિશ્વમાં કોઈપણ જગ્યા કરતાં વધુ છે. યુનિવર્સિટીની ‘એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ’ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે જો વ્યક્તિ સ્વચ્છ હવા શ્વાસમાં લે છે, તો તેને ટકી રહેવા કેટલો સમય લાગે છે? રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં વર્ષ ૨૦૧૯ જેટલું પ્રદૂષણનું સ્તર જળવાઈ રહે તો ઉત્તર ભારતના રહેવાસીઓનું જીવન સરેરાશ નવ વર્ષ જેટલું ઘટી શકે છે, કારણ કે આ વિસ્તાર દુનિયામાં વાયુ પ્રદૂષણના સૌથી ચરમ સ્તરનો સામનો કરી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર ૨૦૧૯માં ભારતમાં હવામાં પ્રદૂષણ ફેલાવતા સૂક્ષ્મ કણની હાજરી ૭૦.૩ માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતી જે દુનિયામાં સૌથી વધુ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ૧૦ માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરના માપદંડો કરતાં સાત ગણી વધુ છે. રિપોર્ટ મુજબ ભારતમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં પણ ખતરનાક રીતે ભૌગોલિક સ્તરે ફેલાવો થયો છે. રિપોર્ટ જણાવે છે કે થોડાક દાયકા પહેલાની સરખામણીમાં સુક્ષ્મ કણોનું પ્રદૂષણ હવે માત્ર ભારતના ગંગાના મેદાની વિસ્તારો પૂરતું નથી. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું છે. આ રાજ્યોમાં રહેતી વ્યક્તિનું જીવન ઉત્તર ભારતના વિસ્તારની સરખામણીમાં સરેરાશ ૨.૫થી ૨.૯ વર્ષ જેટલું વધુ ઘટે છે. બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાન માટે એક્યુએલઆઈના આંકડાઓ મુજબ WHOના દિશા નિર્દેશો મુજબ પ્રદૂષણ ઘટાડવામાં આવે તો વ્યક્તિની સરેરાશ ઉંમર ૫.૬ વર્ષ વધી શકે છે. ભારતમાં વાયુ પ્રદૂષણનું સ્તર પાકિસ્તાન કરતાં પણ વધુ ખરાબ છે.

નિમણુંક  / ગુજરાત સરકારે બે નિગમના અધ્યક્ષની કરી જાહેરાત

કારોબારી બેઠક / ગુજરાતના કેવડીયા ખાતે ભાજપની કારોબારી બેઠક પૂર્ણ