અહો આશ્ચર્યમ...!!/ ચૂંટણીપંચનું અનોખું મતદાન જાગૃતિ અભિયાન, સ્કુબા ડાઈવર્સે  60 ફૂટ ઊંડે દરિયામાં ઉતાર્યું EVM મશીન

ચૂંટણી પંચ પણ મતદાન જાગૃત્તિ માટેની વિવિધ પ્રયોગ અજમાવી રહ્યા છે. ચેન્નાઈમાં છ સ્કુબા ડાઈવર્સે ચૂંટણી મતદાન અંગે જાગૃતિનું અનોખું અભિયાન શરૂ કર્યું છે.

Trending Ajab Gajab News Videos
Beginners guide to 2024 04 12T135718.999 ચૂંટણીપંચનું અનોખું મતદાન જાગૃતિ અભિયાન, સ્કુબા ડાઈવર્સે  60 ફૂટ ઊંડે દરિયામાં ઉતાર્યું EVM મશીન

દેશભરમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ચૂંટણી પંચ પણ મતદાન જાગૃત્તિ માટેની વિવિધ પ્રયોગ અજમાવી રહ્યા છે. ચેન્નાઈમાં છ સ્કુબા ડાઈવર્સે ચૂંટણી મતદાન અંગે જાગૃતિનું અનોખું અભિયાન શરૂ કર્યું છે. ચૂંટણી મતદાન અંગે જાગૃતિ લાવવા માટે, એક ડાઇવરે ડમી EVM મશીનને 60 ફૂટ ઊંડે દરિયામાં ઉતાર્યું. આ અભિયાનનો હેતુ દેશભરના લોકોને તેમના ચૂંટણી અધિકારો વિશે માહિતગાર કરવાનો છે. આ અભિયાનનું આયોજન ટેમ્પલ એડવેન્ચરના ડિરેક્ટર એસ.બી. અરવિંદ થરુશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં 543 બેઠકો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કા માટે દેશના ઘણા શહેરોમાં મતદાન થશે. 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તેમના ચૂંટણી પ્રચાર અને ઉમેદવારોના નામાંકનની શરૂઆત કરી દીધી છે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સહિત 21 રાજ્યોના ઉમેદવારો ચૂંટણી લડશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 એપ્રિલે મતદાન થવાનું છે, જ્યારે પરિણામ 4 જૂને જ જાહેર કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં 2, આસામમાં 4, મણિપુરમાં 2, મેઘાલયમાં 2, મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1, સિક્કિમમાં 1, ત્રિપુરામાં 1, આંદામાનમાં 1 નિકોબાર, લક્ષદ્વીપમાં 1. પુડુચેરીમાં 1 ઉપરાંત તમિલનાડુમાં 39, રાજસ્થાનમાં 12, ઉત્તર પ્રદેશમાં 8, મધ્ય પ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 5, ઉત્તરાખંડમાં 5, બિહારમાં 4, પશ્ચિમ બંગાળમાં 3 બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મેના રોજ 26 લોકસભા બેઠકો પર મતદાન થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે કોંગ્રેસ મોટો ખેલ કરવાની તૈયારીમાં, ભાજપને થઈ શકે છે મોટું….

આ પણ વાંચોઃ વેજ બર્ગરના ઓર્ડર સામે નોનવેજ બર્ગર આપનારા મોકા કાફેને દંડ

આ પણ વાંચોઃબાઇક-એક્ટિવા વચ્ચેના અકસ્માતમાં ડોક્ટર યુવકનો જીવ બચાવી દેવદૂત બન્યા