મહારાષ્ટ્ર/ મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાત કેવી રીતે જતો રહ્યો સેમિકન્ડક્ટર પ્લાન્ટ? વિપક્ષે કહ્યું- આ સોદો મોંધો પડશે

ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે મહા વિકાસ આઘાડી સરકારે ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટના પ્રોજેક્ટને જોરશોરથી આગળ ધપાવ્યો હતો પરંતુ હવે તેને ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.

India Trending
સેમિકન્ડક્ટર પ્લાન્ટ

મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ ની સ્થાપવાની જાહેરાત બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. વિપક્ષ સતત શિંદે સરકારને સવાલ કરી રહ્યો છે કે મહારાષ્ટ્ર સાથેની ડીલ લગભગ કન્ફર્મ થઈ ગઈ હતી, તો પછી તે ગુજરાતમાં કેવી રીતે ગઈ? નારાજગી વ્યક્ત કરતા એનસીપીના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવારે કહ્યું કે આ પ્લાન્ટને મહારાષ્ટ્રમાંથી રાજકીય દબાણ હેઠળ છીનવી લેવામાં આવ્યો હતો, જેને પાછો લાવવો પડશે. તેમણે કહ્યું કે સરકારે હજુ પણ શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ અને મહારાષ્ટ્રમાં આ સ્થાપિત કરવું જોઈએ. પવારે કહ્યું કે જો આ પ્લાન્ટ મહારાષ્ટ્રમાં નહીં આવે તો રાજ્યના આર્થિક વિકાસને મોટો આંચકો લાગશે. તેમણે કહ્યું કે આ સોદો છીનવવો રાજ્યની આર્થિક સ્થિતિ માટે મોંઘો પડશે.

1.54 લાખ કરોડનો સોદો

ભારતીય સમૂહ વેદાંત અને તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોન ગુજરાતમાં રૂ. 1.54 લાખ કરોડના રોકાણ સાથે દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. વેદાંત-ફોક્સકોન સંયુક્ત સાહસનું ડિસ્પ્લે FAB ઉત્પાદન એકમ, સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ યુનિટ રાજ્યના અમદાવાદ જિલ્લામાં 1000 એકર વિસ્તારમાં સ્થાપવામાં આવશે. આ સંયુક્ત સાહસમાં બંને કંપનીઓ અનુક્રમે 60 ટકા અને 40 ટકા હિસ્સો ધરાવશે.

વર્તમાન સરકારે સંભવિત રોકાણકારોનો વિશ્વાસ ગુમાવ્યો છેઃ આદિત્ય ઠાકરે

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે મહા વિકાસ અઘાડી (MVA), જ્યારે તે સત્તામાં હતી, ત્યારે તેણે આ પ્રોજેક્ટને ખૂબ જ જોરદાર રીતે આગળ ધપાવ્યો હતો. અમારી MVA સરકાર તેને છેલ્લા તબક્કામાં લાવી હતી. વર્તમાન સરકારે સંભવિત રોકાણકારોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેથી આવા મોટા પ્રોજેક્ટ્સ અહીં આવી રહ્યા નથી. આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે મેગા પ્રોજેક્ટ 160 આનુષંગિક ઉદ્યોગોને ટેકો આપશે અને 70,000 થી 1 લાખ રોજગારીની તકોનું સર્જન કરશે. તેમણે જણાવ્યું હતું કે અગાઉની MVA સરકાર કંપનીના સંપર્કમાં હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં તેના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.

આ પણ વાંચો:અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો વીડિયો આવ્યો સામે, જુઓ અહીં

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સીટી પાસે 7માં માળેથી લીફ્ટ તુટતા 7 મજુરોના મોત

આ પણ વાંચો:ગુજરાતમાં આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ,માગણીઓ સ્વીકારવમાં નહીં આવે તો આવતીકાલથી આંદોલનની ચીમકી