જામનગર/ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરીને બાળકોનું કરી રહ્યો હતો શોષણ | પોલીસ સકંજામાં સપડાતા ખુલ્યા અનેક રાઝ

ચીલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. તેમજ દહેગામ પોલીસ સ્ટેશનના પી.આઇની મદદ મેળવી આરોપીને શોધી કાઢ્યો હતો.

Gujarat Others Trending
જામનગર

જામનગરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ના કિસ્સાઓમાં છેલ્લા કેટલાક સમયમાં વધારો થયો છે ત્યારે રાજ્યની પોલીસની પણ આવા તત્વો પર બાજ નજર છે. આવા જ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં જામનગર સાઈબર ક્રાઈમ ટીમને સફળતા મળી છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફી

વધુ વિગત અનુસાર જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા દ્વારા સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર મહીલા તથા 18 વર્ષથી ઓછી વયના બાળકો, કિશોરોના ભોળપણ તથા મજબૂરીની ગેરકાયદેસર લાભ લઇ તેનો ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ફોટો વીડીયો ઉતારી તેનું શોષણ કરી પોતાનો અંગત લાભ માટે કોટા વીડીયો વાયરલ કરતા, તથા પોર્નોગ્રાફીક મટીરીયલ વહેંચવા માટે સોશીયલ મીડીયા પર ગ્રુપ, એપ – ડેવલોપર તથા વેબસાઈટ ચલાવવા વાળા સુધી પહોચવા ટીમ કામે લાગી હતી. દરમિયાન ગાંધીનગર રવાના કરેલ સાયબર સેલની ટીમને જ્યા આરોપીના લોકેશન સતત મુવમેટવાળા આવતા હોય જેથી આરોપીને ટ્રેક કરવા માટે ગાંધીનગર ખાતે ચીલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. તેમજ દહેગામ પોલીસ સ્ટેશનના પી.આઇની મદદ મેળવી આરોપીને શોધી કાઢ્યો હતો. તથા પ્રાથમિક પુછપરછ કરી ડીવાઈસ એનાલીસીસ કરતા ગુનાહિત પ્રવૃતીના પુરાવા જણાઈ આવતા, જેથી સાયબર કાઈમ પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી કરવામાં આવી છે ઝડપાયેલ આરોપી કીશનકુમાર નાથાજી પરમાર, ધંધો ડ્રાઇવીંગ. દહેગામ જી. ગાંધીનગર વાળાએ ધોરણ -10 સુધી અભ્યાસ કરેલ છે પરંતુ ” યુ – ટ્યુબ ઉપર થી અભ્યાસ કરી એપ્લીકેશન અને વેબસાઈટ ડેવલોપ કરવાનું શીખીને ચાઈલ્ડ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપતો હોવાનું સામે આવ્યું છે.

ઝડપાયેલ આરોપી દ્વારા ચાઇલ્ડ પોનોગ્રાફી વિશ્વભરમાં પ્રતિબંધીત હોવાથી, સહેલાઇથી ન મળી આવતા, આરોપી દ્વારા એપ – બનાવી, એ એપનુ વેબ – સાઇટ તથા ચેટ મેસેંજર ઉપર પ્રચાર કરી, ગ્રુપ બનાવી એમાંથી વિડીયો વિવિધ દેશોના ગ્રુપ મેમ્બર્સને સરક્યુલેટ કરતો હતો અને અન્ય જગ્યાથી વિડીયો મેળવવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

જામનગર

ઝડપાયેલા આરોપી દ્વારા કરવામાં આવતી ચાઈલ્ડ પોર્નોગ્રાફીની પ્રવૃતી

1600- ચાઇલ્ડપોનોગ્રાફી તથા અન્ય અસ્લીલ કન્ટેન્ટ

ચાઇલ્ડપોનોગ્રાફી એપ્લીકેશન જાતે એપ ડેવલપ કરેલ.

પોર્ન એપની એ.પી.કે.ફાઇલ મોબાઇલમાંથી પોલીસને મળેલ.

બ્લોગ સંચાલન કરે છે જેના પર 224 ચાઇલ્ડપોનોગ્રાફી વિડીયો અપલોડ કરેલ હોવાનું પણ સામે આવ્યું

ટેલીગ્રામ ચાઇલ્ડપોનોગ્રાફી “બોટ” બનાવેલ ( જે હાલ સસ્પેંડેડ છે.)

વોટસેપ ગ્રુપ બનાવેલ જેમાં દેશ – વિદેશનાં તથા Vip નંબરથી સભ્યો જોડાયેલ.

આ પણ વાંચો : શું તંત્ર પાસે સુવિધા આપવાની કોઈ નક્કર યોજના છે ?| માત્ર દોઢ ઇંચ વરસાદમાં ઐતિહાસિક મંદિરમાં પાણી પાણી