Patan Accident/ બાઇક-એક્ટિવા વચ્ચેના અકસ્માતમાં ડોક્ટર યુવકનો જીવ બચાવી દેવદૂત બન્યા

પાટણમાં બાઇક અને એક્ટિવા વચ્ચેની અકસ્માતની ઘટનામાં ડોક્ટર દેવદૂત બનીને બહાર આવ્યા છે. તેમણે તાત્કાલિક ધોરણે આપેલી સારવારના લીધે જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી બતાવે છે કે ડોક્ટર ન હોત તો જીવ ગુમાવવો પડ્યો હોત.

Gujarat Others
Beginners guide to 41 બાઇક-એક્ટિવા વચ્ચેના અકસ્માતમાં ડોક્ટર યુવકનો જીવ બચાવી દેવદૂત બન્યા

પાટણઃ પાટણમાં બાઇક અને એક્ટિવા વચ્ચેની અકસ્માતની ઘટનામાં ડોક્ટર દેવદૂત બનીને બહાર આવ્યા છે. તેમણે તાત્કાલિક ધોરણે આપેલી સારવારના લીધે જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી બતાવે છે કે ડોક્ટર ન હોત તો જીવ ગુમાવવો પડ્યો હોત.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પર ગોલ્ડન ચોકડીથી બીજા રેલ્વે નાળા તરફ જવાના રસ્તા પર એક બાઇક અને એક્ટિવા સામસામે ધડાકા સાથે અથડાતા બંનેના ચાલક ઉછળીને રસ્તા પર પટકાયા હતા.

પણ અકસ્માતનો ભોગ બનેલાનું નસીબ એટલું સારું હતું કે રોડની સાઇડમાં ઉભેલા કેટલાક લોકોમાં એક ભાઈ ડોક્ટર હતા. તેમણે તરત જ દોડી જઈને બેભાન હાલતમાં પડેલા યુવાનને તાકીદના સારવાર આપતા તેનો જીવ બચી ગયો હતો. બધાએ યુવાનનો જીવ બચાવવા માટે મહેનત કરનારા ડોક્ટરને તેમની તાકીદની સેવા આપવા બદલ બિરદાવ્યા છે.

આ ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે રોડની સાઇડમાં ઉભેલા કેટલાક લોકો વાતો કરી રહ્યા છે. આ દરમિયાન રસ્તા પર બાઇક અને એક્ટિવા ધડાકાભેર અથડાય છે. તેમા બંને ટુ-વ્હીલરના ચાલકો ઉછળીને રોડ પર પડે છે. તેમા એક યુવાન બેભાન થઈ જાય છે. આ દરમિયાન રોડ પર ઉભેલા લોકો દોડી જાય છે. તેમા લાલ કપડામાં એક ડોક્ટર છે. રસ્તા પર પડેલા યુવકને તાત્કાલિક સારવાર આપવામાં આવતા તેનો જીવ બચી જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચો: ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

આ પણ વાંચો: પંચમહાલની પાનમ કેનાલમાં ત્રણ યુવાનોના ડૂબી જતાં મોત

આ પણ વાંચો: ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી