Tharad/ ઠાકોર સમાજની બે છોકરીઓને યુવકો ભગાડી લઈ જતા મામલો બિચક્યો, પરિવારજનોએ કરી આ માંગ

થરાદ માં ઠાકોર સમાજે ગુમ થયેલ બન્ને દીકરી બાબતે પોલીસ મથકે ઉગ્ર રજુઆત કરી દીકરી પરત લાવવા ઉગ્ર માંગ કરી એક મહિના બાદ પણ અન્ય યુવક સાથે ગયેલ દીકરી નો પત્તો ન મળતા ઠાકોર સમાજ માં રોષ .

Gujarat Others
A 79 ઠાકોર સમાજની બે છોકરીઓને યુવકો ભગાડી લઈ જતા મામલો બિચક્યો, પરિવારજનોએ કરી આ માંગ

આમ તો દીકરીને લક્ષ્મી નો અવતાર માનવામાં આવે છે અને દીકરી બે ઘર તારે છે. દીકરી કુળનો દિપક પણ ગણાય છે, પરંતુ સમય જતાં અનેક કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન સામે આવી રહ્યા છે જેમાં આયેશાનો આપઘાત પહેલાનો વિડિયોએ સમગ્ર લોકોને હચમચાવી દીધા છે, આ જ પ્રમાણે થરાદ તાલુકાના ઝેટા અને ચોગડા ગામમાં ઠાકોર સમાજની બે દીકરીઓ કે જેઓને ફોસલાવી અન્ય સમાજના બે લોકો ભગાડી ગયેલ છે.

મળતી માહિતી મુજબ, વાતોમાં ભોળી અને મસમોટા ખ્વાબ બતાવી દીકરીઓને એમની સાથે જવા મજબુર કરી હતી, જેના કારણે દિવ્ય સ્વપ્ન બતાવીને અન્ય સમાજના લોકો ઠાકોર સમાજની દીકરીને ભગાડી જવામાં સફળ થયા છે.

આ મામલો વધુ બીચકતા હવે, થરાદ પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી પણ એકાદ માસ કરતા વધુ સમય વીતી ગયા બાદ પણ પોલીસ બન્ને દીકરીઓને શોધી શકી નથી, જેના પરિણામે ઠાકોર સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. સાથે સાથે આજે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો થરાદ પોલીસ મથકે પહોંચી મૌખિક રજુઆત કરીને બન્ને દીકરીઓને લાવવાની માંગ કરી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોએ રજુઆત કરતા થરાદ પોલીસે સમગ્ર રજુઆત સાંભળીને શોધખોળ તેજ બનાવવાની ખાતરી આપી હતી

જો કે, સવાલ અહીંયા ઠાકોર સમાજ ની દીકરી નો નથી પણ દરેક સમાજ માટે આવા કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે જે એક સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન છે અને પ્રેમ માં અંધ બનેલ યુવક યુવતીઓએ પણ એક વાર તો વિચાર કરવો જરૂરી છે કે, પોતાના પ્રેમ ખાતર પાછળ કેટલા લોકો દુઃખી થશે, જેમાં માં બાપની ઈજ્જત નું શું થશે અને પરિવાર પર શું વીતશે ?