Ambalal Prediction/ ગુજરાતમાં ડિસેમ્બરમાં ફરી પડશે માવઠાનો મારઃ અંબાલાલની આગાહી

ગુજરાતમાં ડિસેમ્બરમાં ફરીથી માવઠાનો માર પડશે, તેના લીધે તાજેતરમાં જ માવઠાનો માર સહન કરનારા ખેડૂતોના ચહેરા પર ચિંતાની કરચલીઓ ઉપજી આવે તે સ્વાભાવિક છે. આ આગાહી છે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 18 ગુજરાતમાં ડિસેમ્બરમાં ફરી પડશે માવઠાનો મારઃ અંબાલાલની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બરમાં ફરીથી માવઠાનો માર પડશે, તેના લીધે તાજેતરમાં જ માવઠાનો માર સહન કરનારા ખેડૂતોના ચહેરા પર ચિંતાની કરચલીઓ ઉપજી આવે તે સ્વાભાવિક છે. આ આગાહી છે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર માવઠાની ઘાત હજી ગઈ નથી. ગુજરાતમાં માવઠું ફરીથી આવશે. ગુજરાતમાં 13,14,15,16,17 અને 18મી ડિસેમ્બરે માવઠુ ત્રાટકશે. ખેડૂતો પણ આ તારીખો યાદ રાખીને અત્યારથી જ તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દે તો તેના લાભમાં રહેશે.

આટલેથી પણ પાછુ માવઠું અટકી જવાનું નથી. માવઠું ફરી પાછુ 22 અને 23મી ડિસેમ્બરે ત્રાટકશે. આ દિવસો દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. માવઠા અને પહાડો પર થયેલી હિમવર્ષાના લીધે આ સમયગાળા દરમિયાન ગાત્રો ધ્રુજાવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં કેટલાય સ્થળોએ હજી હિમવર્ષા જારી છે.

આ ઉપરાંત હજી બે દિવસ હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં ફૂંકાયેલા મિચોંગ વાવાઝોડાના પગલે ઠંડીનો પારો વધુ ગગડશે.  હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં વાતાવરણ સૂકુ રહેશે. હાલમાં વરસાદની આગાહી નથી. આમ છતાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વાતાવરણ વાદળછાયુ રહેશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી છે. સુરતમાં ઠંડી જામવા માંડી છે. રાત્રિનો પારો ઘટીને 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. આમ ગુજરાતના ખેડૂતે ફરીથી માવઠાનો માર સહન કરવો પડી શકે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ