accident case/ સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત અને બે લોકો ગંભીરપણે ઘાયલ, કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

સુરેન્દ્રનગર ઉપરાંત આજે સુરત અને જેતપુરમાં પણ અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી.

Top Stories Gujarat Others Uncategorized
મૃત્યુદરમાં થશે ઘટાડો 22 સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત અને બે લોકો ગંભીરપણે ઘાયલ, કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ડીવાઈડરની બીજી સાઈડ પર આઈસર કાર સાથે અથડાઈ. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા જ્યારે બે લોકોને ગંભીર ઇજા પંહોચી છે. ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર ગંભીર અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતમાં ચાર લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. તમામની ઓળખ કરસનભાઈ ભરતભાઈ, કિરણભાઈ મનુભાઈ, ઉમેશભાઈ જગદીશભાઈ અને કાનાભાઇ ભુપતભાઇ તરીકે કરાઈ છે. જ્યારે અમિતભાઈ જગદીશભાઈ અને કાનાભાઈ રાયધનભાઈ એમ બે વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી છે જેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ગંભીર ઇજાપામેલા તમામ લોકો  હળવદ ગોલાસણના રહેવાસી છે. આ ગંભીર અકસ્માત કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવવાના કારણે સર્જાયો. સુરેન્દ્રનગર ઉપરાંત આજે સુરતમાં પણ અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી. સુરતના કામરેજમાં થયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું. જ્યારે શહેરમાં વરાછા ખાતે બ્રિજ પર અકસ્માત સર્જાયો. જેમાં થ્રી વ્હીલ ટેમ્પોએ ફોર વ્હીલ ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજા થઈ હતી. રાજ્યમાં નિયમો અને કાયદા કડક કરવા છતાં અકસ્માતો વધી રહ્યા છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :