Not Set/ રાજકોટ-ગોંડલ પંથકનાં મેઘાની ધમાકેદાર રીએન્ટ્રી, 4 ઇંચ વરસાદથી પાણી પાણી

કડાકા ભડાકા સાથે રીએન્ટ્રીથી રાજકોટ પાણી પાણી એક દિવસાનાં વિરામ બાદ રાજકોટ પંથકમાં મેઘાની ધમાકેદાર રીએન્ટ્રી થઇ ગઇ છે અને રાજકોટમાં મેઘો જોર શોરથી વરસતા શહેરનાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા છે. શહેરનાં લક્ષ્મી નગર વિસ્તારમાં અને ખાસ કરીને લક્ષ્મી નગર નાળામાં તેમજ, અનેક અન્ડર પાસમાં વરસાદી પાણી ભરાયા પાણી  હોવાનું સામે આવી […]

Rajkot Gujarat
rain3 રાજકોટ-ગોંડલ પંથકનાં મેઘાની ધમાકેદાર રીએન્ટ્રી, 4 ઇંચ વરસાદથી પાણી પાણી

કડાકા ભડાકા સાથે રીએન્ટ્રીથી રાજકોટ પાણી પાણી

એક દિવસાનાં વિરામ બાદ રાજકોટ પંથકમાં મેઘાની ધમાકેદાર રીએન્ટ્રી થઇ ગઇ છે અને રાજકોટમાં મેઘો જોર શોરથી વરસતા શહેરનાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા છે. શહેરનાં લક્ષ્મી નગર વિસ્તારમાં અને ખાસ કરીને લક્ષ્મી નગર નાળામાં તેમજ, અનેક અન્ડર પાસમાં વરસાદી પાણી ભરાયા પાણી  હોવાનું સામે આવી રહ્યું છે. બે દિવસાના વિરામ બાદ કડાકા ભડાકા સાથે મેઘાની બીજી ઇનીંગથી શેહરના અનેક રસ્તામાં ગોઠણ સમા પાણી ભરાય ગયા છે. પાણી ભરાઇ જતા લોકો ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને નવા 150ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી અને મોટા મૌવા સર્કલ પાસે તો, મવડી ચોકડી પર ગોઠણ સમા પાણી ભરાવાથી લોકોની હાલાકીમાં વધારો જોવામા આવી રહ્યો છે.

rain.jpg2 રાજકોટ-ગોંડલ પંથકનાં મેઘાની ધમાકેદાર રીએન્ટ્રી, 4 ઇંચ વરસાદથી પાણી પાણી

ગોંડલ પંથકમાં ધમાકેદાર રીએન્ટ્રી, 4 ઇંચ વરસાદથી ખેતરો નદીમાં ફેરવાણી

ગોંડલ પંથકમાં સવારથી ઘમાકેદાર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. લગભગ 4 ઈંચ જેટલો વરસાદ નોંધવામા આવતા, ગોંડલ પંથકનાં ભાદર કાંઠાનાં ગામો સહિતનાં વિસ્તારમાં પાણી જ પાણી જોવામા આવી રહ્યું છે. 4 ઈંચ વરસાદ વરસતા ખેતરોમાં ચોમેર પાણી પાણી દેખાઇ રહ્યું હોવાથી ખેતરો નદીમાં ફેરવાયા હોવાનો આભાષ થઇ રહ્યો છે. ગોંડલનાં શીવરાજગઢ, શ્રીનાથગઢ, બંધિયા ગામોમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કુંભાજી, રાવણા, પાટખીલોરી, ધરાળા સહિત ગામોમાં  4 ઇંચથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. ઘણા ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ યથાવત્ વરસી રહ્યો છે.

ગોંડલનાં લીલાખા, નવાગામ સહિતનાં વિસ્તારમાં ધોધમાર વરસાદથી  વાસાવડી નદીમાં પુર આવી ગયું છે. કેટલાક ડાયવર્ઝન ઉપર પણ ફરી વળ્યાં હોવાથી યાતાયાતને પણ માઠી અસરો થઇ રહી છે. નદીનાં પાણી કોઝવે પર ફરી વળતા કેટલાક ગામો વચ્ચેનો વ્યવહાર ખોરવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.