Not Set/ નકલી ઘી કાંડનાં સાક્ષી અમૂલનાં અઘિકારીની કારને નડ્યો અકસ્માત, કાવતરુ હોવાનાં થયા આક્ષેપ

ગુજરાત દૂધ માર્કેટિંગ ફેડરેશનની કારને અકસ્માત નડ્યાનાં મહત્વપૂર્ણ અને સનસનીખેજ વિગતો સામે આવી રહી છે. જી હા, સિધ્ધપુરના બેકરી ચોકડી પાસે અમૂલ ડેરી ની ગુણવત્તા ખાતરી અધિકારીની કારને ભયાનક અકસ્માત નડ્યો હોવાની વિગતો વિદિત થઇ રહી છે. અમૂલ ડેરી ની ગુણવત્તા ખાતરી અધિકારી વેંકટરાવ અલાપર્થી નામના અધિકારીને અકસ્માત નડ્યો હોવાની  વિગતો સામે આવતા ગુજરાતભરમાં સનસની મચી જવા પામી છે. […]

Gujarat Others
4965c8b8cfcb729c100c5e359856909a નકલી ઘી કાંડનાં સાક્ષી અમૂલનાં અઘિકારીની કારને નડ્યો અકસ્માત, કાવતરુ હોવાનાં થયા આક્ષેપ

ગુજરાત દૂધ માર્કેટિંગ ફેડરેશનની કારને અકસ્માત નડ્યાનાં મહત્વપૂર્ણ અને સનસનીખેજ વિગતો સામે આવી રહી છે. જી હા, સિધ્ધપુરના બેકરી ચોકડી પાસે અમૂલ ડેરી ની ગુણવત્તા ખાતરી અધિકારીની કારને ભયાનક અકસ્માત નડ્યો હોવાની વિગતો વિદિત થઇ રહી છે. અમૂલ ડેરી ની ગુણવત્તા ખાતરી અધિકારી વેંકટરાવ અલાપર્થી નામના અધિકારીને અકસ્માત નડ્યો હોવાની  વિગતો સામે આવતા ગુજરાતભરમાં સનસની મચી જવા પામી છે. જો કે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી.

અકસ્માતમા કોઇ જાનહાની નથી, તો પણ સમગ્ર રાજ્યમાં આ અકસ્માતને લઇને સનસની મચી ગઇ છે અને તેની પાછળનુ કારણ છે, અમૂલ ડેરી ની ગુણવત્તા ખાતરી અધિકારી વેંકટરાવ અલાપર્થી. વેંકટરાવ અલાપર્થી મહેસાણા ઘી કેસમાં સાક્ષી બન્યા છે. અને હાલમાં જ નકલી ઘી કાંડમાં ડેરીનાં વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરની ધરપક્ડ કરવામાં આવી છે.

અકસ્માત મામલે લોકોમાં ચર્ચા છે કે આ અકસ્માત ઇરાદાપૂર્વક સર્જવામાં આવ્યો છે અને અકસ્માતમાં 40 ફુટનું ટ્રેઇલર કામે લેવામાં આવ્યું છે. અકસ્માત સમયે નકલી ઘી કાંડનાં સાક્ષી અને અમૂલ ડેરીનાં કોલિટી કન્ટ્રોલ અઘિકારી મહેસાણા ડેરીમાંથી બનાસ ડેરી પરત ફરી રહ્યો હતો.અમૂલ ફેડરેશન  અકસ્માત મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને પોલીસ સમગ્ર ઘટનામાં સધન પૂછપરછ કરી રહ્યાની વિગતો સામે આવી રહી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews