Not Set/ સુરત : 99.97 લાખ રૂપિયાની જુની રદ થયેલી નોટો સાથે યુવક પકડાયો

સુરત, નોટબંધીના અઢી વર્ષ પછી પણ રાજ્યમાંથી જુની રદ થઇ ગયેલી નોટો પકડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.સુરતમાં રદ થયેલી 99 લાખની 500 અને 1000ના દરની જુની રદ થયેલી નોટો પકડાઇ છે.સુરતની પુણા પોલિસે રદ થયેલી નોટો સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. પુણા પોલિસને મળેલી માહિતી પ્રમાણે એક યુવક રદ થયેલી નોટો લઇને સુરત […]

Top Stories Gujarat Surat
pjimage 1 1 e1565090298920 સુરત : 99.97 લાખ રૂપિયાની જુની રદ થયેલી નોટો સાથે યુવક પકડાયો

સુરત,

નોટબંધીના અઢી વર્ષ પછી પણ રાજ્યમાંથી જુની રદ થઇ ગયેલી નોટો પકડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.સુરતમાં રદ થયેલી 99 લાખની 500 અને 1000ના દરની જુની રદ થયેલી નોટો પકડાઇ છે.સુરતની પુણા પોલિસે રદ થયેલી નોટો સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.

પુણા પોલિસને મળેલી માહિતી પ્રમાણે એક યુવક રદ થયેલી નોટો લઇને સુરત આવી રહ્યો હતો.મુંબઇથી વિનોદ કિર્તી શાહ નામનો યુવક રદ થયેલી નોટો લઇને બસમાં સુરત આવી રહ્યો હતો.અગાઉથી મળેલી બાતમીના આધારે પુણા પોલિસે આ બસ પર નજર રાખવાની શરૂ કરી હતી.બસ જેવી સારોલી ચેક પોસ્ટ પાસે પહોંચી ત્યારે પોલિસે ચેકિંગ હાથ ધર્યું હતું.

પોલિસને બસમાંથી વિનોદ શાહ પાસેથી રૂપિયા ભરેલી બેગ મળી આવી હતી.બેગ તપાસ કરતા જુની રદ થઇ ગયેલી 500ની દરની 6660 નોટો અને 1000ના દરની કુલ 6667 નોટો સહિત કુલ રૃપિય 99 લાખ 97 હજારની નોટો પકડાઇ હતી.

વિનોદની પ્રાથમિક પુછપરછમાં તેને કોઇ મહેશભાઈ નામના ઇસમે આ રૂપિયા આપવાના હોવાની કબૂલાત કરી છે પણ રૂપીયા કોના હતા કોને આપવાના હતા અને લાખો રૂપિયા જૂની ચલણી નોટોનો  વહીવટ કોણ કરવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.