Not Set/ #Article 370 : ગુજરાતનાં આ કોંગ્રેસી નેતાને ડહાપણ દાઢ ફૂંટી, જાણો શું છે મસલો

આપણા દેશમાં વિરોધ પક્ષો દ્વારા સત્તાપક્ષનો વિરોધ જ કરવો જોઇએ તેવો, વણ લખાયેલો નિયમ પ્રવર્તે છે. અને કદાચ માટે જ ઘણા એવા મુદ્દાઓ છે કે જેને લઇને વિરોધ પક્ષો જરૂરી ન હોય ત્યાં પણ વિરોધ કરી નાખે છે. અથવા તો એવું પણ કહી શકાય કે પોતે વિરોઘ કરી રહ્યા છે, તે શું કામે કરી રહ્યા […]

Top Stories Politics
article 370 #Article 370 : ગુજરાતનાં આ કોંગ્રેસી નેતાને ડહાપણ દાઢ ફૂંટી, જાણો શું છે મસલો

આપણા દેશમાં વિરોધ પક્ષો દ્વારા સત્તાપક્ષનો વિરોધ જ કરવો જોઇએ તેવો, વણ લખાયેલો નિયમ પ્રવર્તે છે. અને કદાચ માટે જ ઘણા એવા મુદ્દાઓ છે કે જેને લઇને વિરોધ પક્ષો જરૂરી ન હોય ત્યાં પણ વિરોધ કરી નાખે છે. અથવા તો એવું પણ કહી શકાય કે પોતે વિરોઘ કરી રહ્યા છે, તે શું કામે કરી રહ્યા છે. તે સત્તાપક્ષ કે સામાન્ય પ્રજાને સમજાવી નથી શકતા. આમા અપવાદ પણ હોય છે, તે વાત પણ પાકી છે.

lalit vasoya 1511167384 #Article 370 : ગુજરાતનાં આ કોંગ્રેસી નેતાને ડહાપણ દાઢ ફૂંટી, જાણો શું છે મસલો

જો વાત કરવામા આવે આવા જ અપવાદની, તો #Article 370ને નાબુદ કરતા ભાજપ સરકારનાં નિર્ણયને ગુજરાત કોંગ્રેસનાં એક દિગ્ગજ નેતાએ સમર્થન આપી, નેતાજીને ડહાપણ દાઢ ફૂંટી હોય તેવું સાબિત કરી દીધું છે. આને લોકમતે અપવાદ એટલા માટે કહેવાય રહ્યો છે કે ભૂતકાળમાં પણ સીધી નહીં તો આડકતરી રીતે કોંગ્રેસનાં આ નેતાજીનો ભાજપ પ્રેમ ઘણીવાર સામે આવી ચુંક્યો છે.  અને અમુક કિસ્સાઓ તો બહુચર્ચીત રહ્યા હતા. તો આત્યારે જ્યારે દેશભરમાં કોંગ્રેસનાં નેતાઓ દ્વારા સરકારનાં નિર્ણય સામે વિરોધ કરવામા આવી રહ્યો છે ત્યારે આ નેતાએ ભાજપનું સમર્થન કરતા, કુછ તો ગરબડ હે જોવી વાત પ્રજામાં વહેતી થઇ હોવાનું સામે આવી રહ્યું છે.

12 MLAs and Hardik Patel will be joined in ‘Jal Samadhi’ Programme of MLA Lalit Vasoya

જી હા વાત છે કોંગ્રેસનાં આક્રમક ગણાતા પાટીદાર અને ખેડૂત નેતા અને ધોરાજીનાં ઘારાસભ્ય લલિત વસોયાની, વસોયા દ્નારા કોંગ્રેસનાં ચીલાની વિરૂધમાં કાશ્મીરમાં 370ની કલમ હટાવવાના સરકારનાં આ નિર્ણયને આવકાર્યો હતો. સોશિયલ મિડિયામાં વસોયાએ “મારું ભારત અખંડ ભારત” ની પોસ્ટ મૂકીને ભાજપની કેન્દ્ર સરકારનાં નિર્ણયને આવકાર્યો હતો. જો કે, ત્યાર બાદ વસોયા દ્રારા સ્પષ્ટી કરણ કરતા જણાવાયું પણ છે કે, રાષ્ટ્રહિતનાં દરેક નિર્ણયોને પક્ષાપક્ષી ભૂલીને આવકારવા જોઈએ. અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા સરકારનાં આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

સામાન્ય રીતે આ સારી બાબત છે કે, દેશ હિત મામલે વિરોધ પક્ષનાં નેતા સરકારનું સમર્થન કરે, પરંતુ નેતાજીના પાછલી વર્તણુંકો અને ગુજરાતનાં રાજકીય પ્રવાહનાં સંદર્ભમાં આ ઘટનાથી આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરી કોઇ મોટી રાજકીય ઘટના આકાર લેશે તેવી ઘારણાઓએ વેગ પકડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન