Not Set/ વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડને ICC એ ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ

વેસ્ટ ઇન્ડિઝનો એલરાઉન્ડર ખેલાડી કેરોન પોલાર્ડને ભારતની વિરુદ્ધ ફ્લોરિડામાં બીજી ટી-20 મેચ દરમિયાન એમ્પાયરનાં નિર્દેશોનું પાલન ન કરવા પર મેચ ફીસનાં 20 ટકા દંડ અને ડિમેરિટ પોઇન્ટનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કહ્યું કે, કેરોન પોલાર્ડે આચારસંહિતાની કલમ 2.4 નો ભંગ કર્યો છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે કેરોન પોલાર્ડે મેદાન પર […]

Uncategorized
pakistan v west indies t20 international 068d85dc 9153 11e7 afc5 62fc49bb3ae4 વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડને ICC એ ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ

વેસ્ટ ઇન્ડિઝનો એલરાઉન્ડર ખેલાડી કેરોન પોલાર્ડને ભારતની વિરુદ્ધ ફ્લોરિડામાં બીજી ટી-20 મેચ દરમિયાન એમ્પાયરનાં નિર્દેશોનું પાલન ન કરવા પર મેચ ફીસનાં 20 ટકા દંડ અને ડિમેરિટ પોઇન્ટનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કહ્યું કે, કેરોન પોલાર્ડે આચારસંહિતાની કલમ 2.4 નો ભંગ કર્યો છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે કેરોન પોલાર્ડે મેદાન પર એક સબસ્ટિટ્યૂટ તરીકે ખેલાડીને બોલાવ્યો હતો, જ્યારે એમ્પાયરોએ વારંવાર કહ્યું હતું કે પહેલા તેમની પરવાનગી લેવી પડશે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ અત્યારે તેના સૌથી ખરાબ સમયથી નિકળી રહી છે, ટીમમાં મોટા નામો છે પરંતુ જે પ્રકારની ક્રિકેટની તેમની પાસેથી આશા રાખવામા આવે છે તે મુજબ તેમનુ પ્રદર્શન થઇ રહ્યુ નથી. આ વચ્ચે ટીમ માટે પોતાનો ગુસ્સો ઠાલવવાની વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડની ભૂલની તેને સજા આપવામાં આવી છે. આ દંડ ICCએ ફટકાર્યો છે. એમ્પાયર દ્વારા પોલાર્ડને સબસ્ટિટ્યૂટ ખેલાડીને બોલાવવા માટે તે પછીની ઓવર પૂર્ણ થવાની રાહ જોવાનુ કહેવામાં આવ્યુ હતુ, પરંતુ કેરોન પોલાર્ડે તે કર્યું નહીં. આ મેચમાં ડકવર્થ લુઇસ સિસ્ટમનાં આધારે વેસ્ટ ઇન્ડીઝ 22 રને હારી ગયું.

જો કે કેરોન પોલાર્ડે આ આક્ષેપોને નકારી દીધા હતા અને મેચ રેફરી જેફ ક્રોવની સામે સુનવણી કરવામાં આવી હતી. આઇસીસીએ કહ્યું કે, ‘કેરોન પોલાર્ડને સુનવણીમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને મેચ ફીનાં 20 ટકા દંડ ભરવો પડશે અને તેના પર ડિમેરિટ પોઇન્ટ પણ લાદવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝનો આ ઓલરાઉન્ડર ખેલાડીથી ટીમને ઘણી આશા છે, આપને જણાવી દઇએ કે, ચાલુ શ્રેણીની પહેલી ટી-20માં પોલાર્ડે એક તરફથી પોતાની વિકેટ જાળવી રાખી હતી અને ટીમને સમ્માન-જનક ટાર્ગેટ સુધી લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે 49 રનમાં એલબીડબ્લ્યૂ થઇ ગયો હતો અને ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.