animal attacks/ સાબરકાંઠમાં દીપડાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો

દિપડાના હુમલાની ઘટના વડાલી તાલુકાના ભંડવાલ પાસે બનવા પામી. મોડી સાંજે પિતા-પુત્ર દવા લઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળ બેસેલ બાળક પર દિપડાએ હુમલો કર્યો.

Gujarat
YouTube Thumbnail 39 સાબરકાંઠમાં દીપડાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો

સાબરકાંઠામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. વડાલીમાં પિતા અને પુત્ર બાઈક પર ઘરે જતા હતા ત્યારે દિપડાએ હુમલો કર્યો. દિપડાના હુમલાની ઘટના વડાલી તાલુકાના ભંડવાલ પાસે બનવા પામી. મોડી સાંજે પિતા-પુત્ર દવા લઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળ બેસેલ બાળક પર દિપડાએ હુમલો કર્યો. આ હુમલાની વનવિભાગને જાણ કરતા ઘટનાસ્થળે પંહોચી તપાસ હાથ ધરવામાં આવી.

bc7e2a8e 6064 4440 a4e8 2227c85d7079 1699163049932 સાબરકાંઠમાં દીપડાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો

સાબરકાંઠામાં વડાલીના ભંડવાલથી પહડિયા રોડ પર આ ઘટના બનવા પામી. આ બનાવની વિગત મુજબ પહડીયા ગામના રહેવાસી ધુળાભાઈ ઠાકરડા અને તેમનો પુત્ર ગઈકાલે રાતે ભંડવાલ ગામે બાઈક પર દવા લેવા ગયા હતા. ત્યારે દવા લઈને સાંજે 7.30 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા હતા ત્યારે તેમનો 12 વર્ષનો પુત્ર પાછળ બેઠો હતો. અને અચાનક દિપડાએ પુત્રના ડાબા પગના ઘૂંટણ પર બચકુ ભરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ધુળાભાઈએ બાઈક મારી મૂકતા વધુ ઇજા પામતા બચ્યા.

WhatsApp Image 2023 11 05 at 11.26.53 AM 1 સાબરકાંઠમાં દીપડાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો

ધુળાભાઈ અને તેમનો પુત્ર ઘરે આવ્યા બાદ નજીકમાં રહેતા રહેમાનભાઈને સમગ્ર ઘટના કહી. ત્યારે રહેમાનભાઈએ ગામના સરપંચને બનાવની જાણ કરવાનું કહ્યું. તેના બાદ સરપંચે વનવિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પંહોચી સમગ્ર બાબતની તપાસ હાથ ધરી. વનવિભાગની ટીમે બાળકને જે શરીરના જે ભાગ પર દિપડાનો નખ વાગ્યો હતો તેના ફોટા પાડ્યા અને પ્રાથમિક સારવાર આપી. વનવિભાગની ટીમને તપાસ દરમ્યાન દિપડાના નિશાન જોવા મળ્યા. અને રોડની બંને બાજુ નર-માદા અને બે બચ્ચાં રહેતા હોવાનું પણ જાણવા મળ્યું.


whatsapp ad White Font big size 2 4 સાબરકાંઠમાં દીપડાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો


આ પણ વાંચો : Proposal Approved/ અધિકારીઓની જેમ મહિલા સૈનિકોને પણ પ્રસૂતિ અને બાળ સંભાળ માટે રજા મળશે

આ પણ વાંચો : Us Presidential Election/ જાણો શા માટે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતની ચર્ચા થઈ રહી છે

આ પણ વાંચો : ગાંજાનો જથ્થો ઝડપાયો/ પંચમહાલના ઘોઘંબામાં SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું