Palanpur/ ખોટી સહીનો ઉપયોગ કરી લીધી લોન, 8 ઈસમો વિરુધ નોંધાઈ ફરિયાદ

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકે ખોટી સહિનો ઉપયોગ કરી લોન લીધી હોવાની નોટરી સહિત ૮ ઈસમો વિરુદ્ધ ફરીયાદ થતાં પંથકમાં હડકંપ મચી ગયો છે. આરોપીઓએ ભેગા મળી ફરીયાદી અને મૃતકની ખોટી સહીઓ અને ખોટું સોગંદનામુ કરી લોન મેળવી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ થયો છે. બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના બાદરપુરા (ખો) […]

Gujarat Others
aa 8 ખોટી સહીનો ઉપયોગ કરી લીધી લોન, 8 ઈસમો વિરુધ નોંધાઈ ફરિયાદ

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકે ખોટી સહિનો ઉપયોગ કરી લોન લીધી હોવાની નોટરી સહિત ૮ ઈસમો વિરુદ્ધ ફરીયાદ થતાં પંથકમાં હડકંપ મચી ગયો છે. આરોપીઓએ ભેગા મળી ફરીયાદી અને મૃતકની ખોટી સહીઓ અને ખોટું સોગંદનામુ કરી લોન મેળવી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ થયો છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના બાદરપુરા (ખો) ગામના લવજીભાઇ હીરાભાઇ આંજણાએ ગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં બાદરપુરા ગામની સીમમાં લવજીભાઈ સાથે પરથીભાઇ, કશીબેન, જેઠીબેન, જીતુબેન અને હંસીબેનના નામે સંયુક્ત જમીન આવેલી છે. આ જમીન ઉપર પરથીભાઇએ ખોટું એકરારનામું કરી લવજીભાઇ સહિત અન્ય ખાતેદારોની ખોટી સહીઓ કરી બદરપુરા (ખો) ધી સેવા સહકારી મંડળીમાંથી પ્રથમ રૂ.૩૫,૫૦૦ અને ત્યારબાદ ૧,૦૦,૦૦૦ નું ધિરાણ લીધેલ હતુ. આ સાથે સંયુક્ત માલિકીવાળી જમીનના રેકર્ડમાં તપાસ કર્યા વગર કામગીરી કરી હોવાનું જણાવી મંડળીના મંત્રી અને ચેરમેન વિરુદ્ધ સવાલો ઉભા કર્યા છે.

ફરિયાદ મુજબ તમામ આરોપીઓએ ભેગા મળી સ્ટેમ્પ ઉપર ખોટી સહીઓવાળું સંમતિપત્રક તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ ઉપયોગ કર્યો હોવાનું લખાવ્યું છે. જેમાં ખોટી નોટરી કરાવી હોઇ નોટરી કરનાર વિરુદ્ધ પણ ગુનો નોંધાવ્યો છે. ફરીયાદી લવજીભાઇ આંજણાએ આઠ લોકોના નામજોગ ગઢ પોલીસ મથકે ફરીયાદ આપી છે. આથી ગઢ પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસીની અલગ અલગ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.