- પંચમહાલના ઘોઘંબામાં ગાંજાનું વાવેતર ઝડપાયું
- ગોદલી ગામેથી SOGએ ગાંજાનું વાવેતર ઝડપ્યું
- ખેતરમાં પાકની આડમાં ગાંજાનું વાવેતર કરાતું હતું
અત્યારે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેર ઠેર નશીલા પદાર્થોંના વાવેતરનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં જ એક બાતમીના સહારે પંચમહાલના ઘોઘંબામાંથી ગાંજાનું વાવતેર SOGએ ઝડપી પાડ્યું છે. મળતી માહિતી અનુસાર ગોદલી ગામમાં ખેતરમાં પાકનું વાવેતર ચાલી રહ્યું છે કહી ને તેની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવતું હતું.
જયારે SOGને આ બાબતે જાણ થઇ ત્યારે ત્યાં તપાસ શરુ કરી અને ત્યારે લીલા ગાંજાના 47 છોડ મળી આવ્યા હતા. વધુમાં જો વાત કરવામાં આવે તો પોલીસે કુલ 28.90 કિલો ગાંજો કબ્જે કર્યો હતો. આ ગાંજાના વાવેતર પાછળ કોણ છે તે તપાસ ચાલી રહી છે જેમાં એક આરોપીને તો પોલીસે ઝડપી પાડ્યો છે.
આ સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ કરી રહી છે કે આમાં બીજા કેટલા લોકો સામેલ છે. આ ઉપરાંત આ પહેલી વાર નથી જ્યાં ગેરકાયદેસર રીતે વાવેતર કરવામાં આવી રહ્યું હોય આ અગાઉ પણ પોલીસે ઘણી બધી જગ્યાએથી આવા ઇસમોને તથા ગેરકાયદેસર વાવેતરના ઝડપી પાડ્યું છે.
આ પણ વાંચો:Amreli/પોલીસ વાળાને કહી દેજો સુરત વાળાને હેરાન ના કરે
આ પણ વાંચો:Children take drugs/સુરતમાં 11-12 વર્ષના બાળકો નશા માટે સોલ્યુશન ટ્યુબનો કરી રહ્યા છે ઉપયોગ
આ પણ વાંચો:Robbery/ગઢડા પાસે સેલ્સમેન પાસેથી રૂ.3.5 લાખની લૂંટ
આ પણ વાંચો:Valsad/દારૂની હેરાફેરી માટે બુટલેગરોની અજીબ તરકીબ, પોલીસ પણ ચકરાવે ચડ્યા