Children take drugs/ સુરતમાં 11-12 વર્ષના બાળકો નશા માટે સોલ્યુશન ટ્યુબનો કરી રહ્યા છે ઉપયોગ

સુરત શહેરના પાંડેસરા અને જલારામનગર વિસ્તારમાંથી 11-12 વર્ષના બાળકો નશો કરતા પકડાયા. દારૂ કરતા પણ ટ્યુબ સોલ્યુશનનો નશો વધારે ખતરનાક છે.

Gujarat
WhatsApp Image 2023 11 05 at 13.42.32 સુરતમાં 11-12 વર્ષના બાળકો નશા માટે સોલ્યુશન ટ્યુબનો કરી રહ્યા છે ઉપયોગ

સુરતમાં વાલીઓને ચિંતામાં મૂકી દેતો બાળકો નશો કરતો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. શહેરના પાંડેસરા અને જલારામનગર વિસ્તારમાંથી 11-12 વર્ષના બાળકો નશો કરતા પકડાયા. સ્થાનિકો દ્વારા આ બાળકોના સ્કૂલબેગની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. સ્થાનિકો આ મામલે જણાવે છે કે ધોરણ-6 અને ધોરણ-7માં ભણતા વિદ્યાર્થીઓ સિગરેટ અને હુક્કાની જેમ નશો કી રહ્યા છે.

શહેરમાં તરુણવયના બાળકોનો નશા કરતો વીડિયો સામે આવ્યો તેમાં દેખાય છે કે બાળકો નશો કરવા ટ્યુબ પાલસ્ટિકની થેલીનો ઉપયોગ કરી રહ્યા હતા. આ બાળકોને કેટલાક સ્થાનિકો દ્વારા ઠપકો પણ આપવામાં આવતો હતો. એક સ્થાનિકે અમને આ મામલે વાત કરતા જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી અમારા વિસ્તારના ટીનએજ બાળકોના વર્તનમાં અમે બદલાવ જોયો. આ બાળકો કેટલીક વખત ગુસ્સે થઈ આક્રમક બનતા. જો તેમને કોઈ બાબતે બોલીએ તો તેમની પાસેના હથિયારથી અમારા પર હુમલો કરતા હતા. જો કે સોસાયટીના લોકોએ સાથે મળી બાળકોને પકડી પાડ્યા.

સુરતના પાંડેસાર વિસ્તાર અને જલારામ સોસાયટીના લોકોને કેટલાક બાળકો પર શંકા ગઈ. તેમણે બાળકોની સ્કૂલ બેગ ચેક કરી. જેમાંથી પુસ્તકોની સાથે નશાકારક પદાર્થ મળી આવ્યા હતા. બાળકોની સ્કુલબેગમાં પુસ્તક સાથે સોલ્યુશન ટયુબ, નળીઓ અને પ્લાસ્ટીકની થેલીઓ મળી આવી. સાથે થોડા પાના અને પકડ પણ મળ્યા. બાળકો હુક્કાની જેમ પંચર સોલ્યુશનને થેલી અને નળીમાં નાખી નશો કરતા હતા.

એક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે દારૂ કરતા પણ ટ્યુબ સોલ્યુશનનો નશો વધારે ખતરનાક છે. જો 11-14 વર્ષના બાળકો આ ઉંમરે ટ્યુબ સોલ્યુશનથી નશો કરી રહ્યા છે તો આગળ જતા બહુ નાની ઉંમરે તેમના ફેફસા ખલાસ થઈ જશે. સોલ્યુશન ટ્યુબ સરળતાથી ઉપલબ્ધ હોવાથી ટીનએજ બાળકો તેની ખરીદી કરે ત્યારે કોઈને શંકા જતી નથી. પરંતુ તેનો ઉપયોગ તેઓ નશા માટે કરે છે તે બાબત વધુ ચિંતાજનક છે. આ બાબતે વાલીઓ અને તંત્ર દ્વારા સાવધાની રાખવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં 11-12 વર્ષના બાળકો નશા માટે સોલ્યુશન ટ્યુબનો કરી રહ્યા છે ઉપયોગ


આ પણ વાંચો : પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન બે કિ.મી દૂર ખેડૂતને વાગી ગોળી

આ પણ વાંચો : ઇટાલિયા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીના બન્યા વકીલ; પોલીસને ન લેવા દિધા રિમાન્ડ

આ પણ વાંચો : 300 હિન્દૂઓનું ધર્માંતરણ અટકાવ્યું તો શંકરાચાર્ય પોતે જ આશીર્વાદ આપવા પહોંચ્યા તાપી