Amreli/ પોલીસ વાળાને કહી દેજો સુરત વાળાને હેરાન ના કરે

દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર જતા હોય છે, પોલીસ સુરત વાળાને ના રોકે તે બાબતે નિવેદન

Gujarat Others
amreli jilla panchayat pramukh controversial statements on police પોલીસ વાળાને કહી દેજો સુરત વાળાને હેરાન ના કરે

અમરેલીઃ સુરત શહેરમાં અલગ અલગ રાજ્યો તેમજ સૌરાષ્ટ્ર, કચ્છના લોકો મોટી સંખ્યામાં રોજીરોટી કમાવવા માટે વસવાટ કરે છે. તહેવાર ટાણે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો પોતાના વતન પરત ફરે છે. જોકે, આ સમયે પોલીસ ટ્રાફિક નિયમોના નામે કાર્યવાહી કરી લોકોને હેરાન કરતા હોવાનો અમરેલી જિલ્લા પ્રમુખે લગાવી નિવેદન સામે આવ્યું છે.

અમરેલીમાં ચૂંટાયેલા પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયાએ પોલીસને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દિવાળી વેકેશનમાં સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર જતા હોય છે. આ સમયે ટ્રાફિક નિયમોના નામે પોલીસ કોઈ કાર્યવાહી ન કરે તેવું જાહેરમાં કહ્યું હતું. તેમણે કહ્યું કે પોલીસ વાળાને કહી દેજો સુરત વાળાને હેરાન ના કરે.

જણાવી દઇએ કે તહેવાર ટાણે મોટી સંખ્યામાં સુરતથી લોકો વતન જતાં હોય ત્યારે ખાનગી બસ અને પ્રાઇવેટ વાહનોનો ધસારો વધારે રહે છે. એવા સમયે પોલીસ નિયમોના નામે લોકો પાસેથી દંડ વસુલતા લોકોમાં ભારે રોષ જોવા મળે છે.


આ પણ વાંચો: Proposal Approved/ અધિકારીઓની જેમ મહિલા સૈનિકોને પણ પ્રસૂતિ અને બાળ સંભાળ માટે રજા મળશે

આ પણ વાંચો: World Cup 2023/ અજેય રથ પર સવાર થઈને ભારત- દ.આફ્રિકા સામે ટકરાશે,જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

આ પણ વાંચો: Contreversey/ ચંદ્રયાન-3ને સફળતા અપાવનાર ISRO ચીફ એસ. સોમનાથ ઓટોબાયોગ્રાફિને લઈને વિવાદમાં ઘેરાયા


અમરેલી જિલ્લાના અન્ય સમચારા માટે અહીં ક્લિક કરો

અમરેલી જિલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp, TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.