ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અનેક નવા નવા પરિબળો સામે આવી રહ્યા છે. નવા ચૂંટણીના સમીકરણો પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન 2022ની ચૂંટણીમાં ભાજપમાં પણ વિરોધનો વંટોળ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. આણંદમાં જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય રમેશભાઇ રામાભાઇ ઝાલાએ રાજીનામું આપી દીધું છે ,તેમણે ભાજપના સમગ્ર સભ્યપદથી રાજીનામું આપી દીધું છે, તેમણે જિલ્લા પંચાયતના સુરેલીના સભ્ય હતા તેમણે ભાજપ પક્ષથી નારાજ હોઇ આ નિર્ણય લીધો છે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.