Politics/ પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ટેન્શન જ ટેન્શન, સિદ્ધુ-કેપ્ટન અમરિંદર સિંહ આમને-સામને

દેશમાં કોરોનાની બીજી લહેર મંદ પડી ગઇ છે, પરંતુ બીજી તરફ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. તાજેતરમાં દેશનાં ઘણા રાજ્યોમાં રાજનીતિક પાર્ટીઓમાં અંતર કલેશ હોવાનુ સામે આવ્યુ છે.

Top Stories Trending
2 25 પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ટેન્શન જ ટેન્શન, સિદ્ધુ-કેપ્ટન અમરિંદર સિંહ આમને-સામને

દેશમાં કોરોનાની બીજી લહેર મંદ પડી ગઇ છે, પરંતુ બીજી તરફ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. તાજેતરમાં દેશનાં ઘણા રાજ્યોમાં રાજનીતિક પાર્ટીઓમાં અંતર કલેશ હોવાનુ સામે આવ્યુ છે. જેમા ખાસ કરીને જો પંજાબની વાત કરીએ તો અહીનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ હવે આમને-સામને હોય તેવી ચર્ચાએ જોર પકડવાનુ શરૂ કરી દીધુ છે.

2 21 પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ટેન્શન જ ટેન્શન, સિદ્ધુ-કેપ્ટન અમરિંદર સિંહ આમને-સામને

નહી સુધરે / ભારતનાં નામે પાકિસ્તાનની NGO એ એકત્રિત કર્યુ કરોડો રૂપિયાનું દાન

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે સાથે રાજનીતિમાં ગરમાવો આવવા લાગ્યો છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે નવજોત સિંહ સિંદ્ધુ અને મુખ્યમંત્રી અમરિંદર સિંહનું આમને – સામને આવી જવુ કોંગ્રેસ હાઇકમાન્ડ માાટે સરદર્દ બની ગયુ હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. જે રીતે સિદ્ધુ કેપ્ટન અમરિંદર સિંહથી નારાજ દેખાઇ રહ્યા છે તે જોતા તેમની આશા મુખ્યમંત્રી બનવાાની હોય દેખાઇ રહી છે. વળી મળતી માહિતી અનુસાર, હવે સિદ્ધુએ કેપ્ટન અમરિંદર સિંહનાં અંડરમાં ઉપ મુખ્યમંત્રી કામ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. આપને જણાવી દઇએ કે, પંજાબ વિધાનસભાની ચૂંટણી હવે માથે આવી રહી છે. ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજ્યમાં ચાલી રહેલા આંતરિક જૂથબંધી રોકવામાં પસીના છુટી રહ્યા છે. અને તેના માટે હાઇકમાન્ડે એક કમિટી બનાવી છે. આ કમિટિ તમામનો પક્ષ સાંભળશે. અને તે કમિટિને તમામની વચ્ચે સમાધાનની ફોર્મુલા શોધવાની જવાબદારી અપાઇ છે અને તેણે તમામ પક્ષો સાથે વાતચીત પણ કરી લીધી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને વિશ્વાસ છે કે તે ચૂંટણી પહેલાં સમાધાન શોધી લેશે. પણ કહેવામાં આવી રહ્યુ છે કે, પંજાબમાં આંતરિક વિવાદ પાછળ પાર્ટીનાં નેતાઓની મહત્વાકાંક્ષાઓ વધારે જવાબદાર છે. જો કે વાત જેટલી સાચી છે તેના કરતાં વધારે સાચુ એ છે કે, આ સંકટ માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નેતૃત્વ વધારે જવાબદાર છે.

2 22 પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ટેન્શન જ ટેન્શન, સિદ્ધુ-કેપ્ટન અમરિંદર સિંહ આમને-સામને

અનલોક / રાજસ્થાનમાં વધારે છુટ સાથે લાગુ રહેશે લોકડાઉન, મેટ્રો સંચાલનની મંજૂરી નહીં, જાણો નવી ગાઇડલાઇન

પંજાબમાં કોંગ્રેસ પાર્ટી તરફથી સૌ પ્રથમ બાજવા અને કેપ્ટન અમરિંદર સિંહ આવ્યા આમને-સામને

પંજાબમાં પ્રતાપસિંહ બાજવા હાલમાં સૌથી વધારે કેપ્ટનની સામે મોરચો ખોલ્યો છે. તેમને ક્યારેક પાર્ટી નેતૃત્વએ કેપ્ટન સામે ઉભા કરવાનો પ્રયાસ કર્યો હતો. 2012 ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી પાર્ટીમાં કેપ્ટનની સામે ઘણી નારાજગી હતી. 2013 માં કોંગ્રેસ ઉપાધ્યક્ષ બન્યા પછી રાહુલગાંધીએ પ્રદેશની કમાન કેપ્ટન પાસેથી લઇને તેમના નજીકનાં અને સરકારમાં મંત્રી રહી ચૂકેલા પ્રતાપસિંહ બાજવાને આપી હતી. બાજવા તે સમયે કેપ્ટનની સામે પોતાને તૈયાર કરતાં રહ્યા. કારણ કે તેમને હાઇકમાન્ડનો આર્શીવાદ પ્રાપ્ત થયેલો હતો. અને તે સાબિત થતુ જઇ રહ્યુ હતુ કે 2017 ની ચૂંટણીમાં બાજવાને જ મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે કોંગ્રેસ રજૂ કરવાની હતી પણ જ્યારે ચૂંટણી નજીક આવી તો કેપ્ટન બગાવતનાં મૂડમાં આવી ગયા. બાજવાએ કોંગ્રેસની ટિકિટ પર ત્યારે જ ચૂંટણી લડવાની વાત કહી, જ્યારે તેમને મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર બનાવવામાં આવે. નહી તો તેમણે પોતાની અલગ પાર્ટી બનાવવાની પણ ધમકી આપી દીધી હતી.

2 23 પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ટેન્શન જ ટેન્શન, સિદ્ધુ-કેપ્ટન અમરિંદર સિંહ આમને-સામને

Unlock 3.0 / MPમાં આજથી મોટી રાહત, જીમ અને મોલ રહેશે ખુલ્લા, શું રહેશે બંધ

કોંગ્રેસ નેતૃત્વને કહેવામાં આવ્યુ કે, રાજ્યમાં કેપ્ટનની નારાજગી પાર્ટીને ભારે પડી શકે છે. તેવામાં રાહુલગાંધીએ બાજવાને મનાવ્યા,કે તેઓ કેપ્ટનને જગ્યા આપી દે અને કેપ્ટને પણ તેમને પોતાની છેલ્લી ચૂંટણી ગણાવી. પ્રતાપસિંહ બાજવાએ એ આશા સાથે કેપ્ટન માટે સીટ છોડી હતી કે, તેમને 2022 માં પાર્ટીમાં નેતૃત્વની તક મળશે. પણ 2022 આવતા આવતા ફરી એક વાર કેપ્ટન સીએમ પદનાં દાવેદાર થઇ ગયા. તેવામાં બાજવાને લાગે છે કે, તેમની સાથે છેતરપિંડી થઇ છે. પાર્ટીમાં કેટલાય નેતાઓ સ્વિકારે છે કે, જો કેપ્ટન હાઇકમાન્ડ માટે અપરિહાર્ય છે. તો તેણે બાજવાને કેપ્ટન સામે ઉભા જ કરવા ન હતા.

કંઇક આવુ જ નવજોતસિંહ સિદ્ધુનાં કેસમાં પણ જોવા મળ્યું છે. 

સિદ્ધુ રાહુલગાંધી અને પ્રિયંકા ગાંધીનાં ગ્રીન સિગ્નલ પર પાર્ટીમાં સામેલ તો થઇ ગયા પણ કેપ્ટને તેમને ક્યારેય સ્વિકાર્યા જ નહી. સરકારમાં સિદ્ધુની સતત ઉપેક્ષા થતી રહી છે. સિદ્ધુ આ વાત સતત ઉઠાવાતા રહ્યા છે. પણ રાહુલ અને પ્રિયંકા બંનેએ તેમની વાતને કોરાણે મુકી દીધી. જો કેે આ તેમની મજબૂરી પણ હોઇ શકે કારણ કે, કેપ્ટન પર તેમનું દબાણ ચાલે તેમ ન હતું. કેપ્ટન જાણતા હતા કે સિદ્ધુને આગળ વધવા દેવાનો મતલબ છે કે, પોતાની જાત માટે પરેશાની ઉભી કરવી. પણ સિદ્ધુ હાઇકમાન્ડ પાસે સવાલનો જવાબ માંગતા રહ્યા કે, જે શરતો સાથે પાર્ટીમાં તેમની એન્ટ્રી થઇ હતી. જો તે પુરી થવાની ન હતી તો તેમને સામેલ શા માટે કર્યા? નેતૃત્વની સામે આ વાતનો કોઇ જવાબ નથી. હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે અને સિદ્ધુ સક્રિય છે. ત્યારે પાર્ટી હાઇકમાન્ડ તેમને મનાવવાનાં પ્રયાસમાં છે.

2 24 પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ટેન્શન જ ટેન્શન, સિદ્ધુ-કેપ્ટન અમરિંદર સિંહ આમને-સામને

ગાઝિયાબાદ / વૃદ્ધ સાથે મારામારીનાં મામલે હવે ટ્વિટર સહિત 11 લોકો પર FIR

જો કે 2017 માં એવું નકકી કરવામાં આવ્યુ હતુ કે, જે લોકોને ટિકિટ નથી મળી તેમને સરકાર બનવા પર અલગ અલગ સંસ્થાઓનાં પ્રમુખનું પદ આપવામાં આવશે. આવુ પહેલીવાર બન્યુ હતુ કે, સરકાર બનતા પહેલાં જે લોકોને ટિકિટ નથી મળી, તેવા લગભગ 40 થી 50 લોકોનું અલગ અલગ આયોગો અને નિગમો માટેનું લીસ્ટ તૈયાર થઇ ગયુ હતું. જેના માટે કેપ્ટન પણ તૈયાર થઇ ગયા હતા. પણ સરકાર બની ગયા પછી કેપ્ટને તેવું કરવાની ના પાડી દીધી. તો બીજી તરફ કેન્દ્રીય નેતૃત્વએ પણ આ મામલે મોઢું સીવી લીધું છે. હાઇકમાન્ડની જાણકારીમાં પણ લવાયુ પણ તેમણે કંઇ કર્યુ જ નહી. તો આરોપ એવો પણ લાગી રહ્યો છે કે, કેપ્ટનની સામે, તત્કાલીન પ્રભારી આશાકુમારી પણ વધારે બોલી શકતા ન હતા. કોંગ્રેસની મુશ્કેલી એ છે કે આજે પણ કેપ્ટન આ વિસ્તારમાં મોટો ચહેરો છે. અને હાઇકમાન્ડ તેમને નારાજ કરવા નથી માંગતી. હિમંત બિસ્વ સરમા અને જ્યોતિરાદિત્ય સિંધિંયાનાં કિસ્સામાં કોંગ્રેસને અગાઉ ઝટકો મળી ચૂક્યો છે.

majboor str 17 પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ટેન્શન જ ટેન્શન, સિદ્ધુ-કેપ્ટન અમરિંદર સિંહ આમને-સામને