Scam/ આણંદમાંથી બનાવટી યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું

આણંદમાંથી બનાવટી યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું. શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કૌભાંડને લઈને સંબંધિત શંકાસ્પદ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Gujarat
Beginners guide to 3 આણંદમાંથી બનાવટી યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં ડ્રગ્સની હેરાફેરી અને આર્થિક બાબતોને લઈને કૌભાંડ સામે આવી રહ્યા છે. તાજેતરમાં આણંદમાં એક વધુ કૌભાંડ સામે આવ્યું. આણંદમાંથી બનાવટી યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું. શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કૌભાંડને લઈને સંબંધિત શંકાસ્પદ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

આણંદમાં સામે આવેલ બનાવટી યુરિયા કૌભાંડ શહેરના વિદ્યાનગર GIDC ખાતે ચાલી રહ્યું હતું. પોલીસે છાપો મારી બનાવટી ખાતરની 116  થેલીઓ કબ્જે કરી. બનાવટી યુરિયા ખાતરનો પર્દાફાશ કરતા નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો કબ્જે કર્યો જે અંદાજે 2.46 લાખ કિમંતનો હોવાનું મનાય છે.

આણંદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે યુરિયા કૌભાંડ મામલે નાયબ ખેતી નિયામકે ફરિયાદ નોંધાવતા એગ્રોફીલ ઇન્ડસ્ટ્રીઝ સામે ગુનો નોંધ્યો. યુરિયા કૌભાંડના તાર અમદાવાદ સુધી જોવા મળ્યા. આ કૌભાંડમાં સામેલ અમદાવાદની ટ્રુમાર્ક કોર્પોરેશન સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 આણંદમાંથી બનાવટી યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું


આ પણ વાંચો : AMC/ રખડતા ઢોરોના મુદ્દે હાઇકોર્ટે ઉધડો લેતા એએમસીની ઊંઘ ઉડી

આ પણ વાંચો : Vidhansabha Election/ મધ્યપ્રદેશ ચૂંટણી સર્વેના સંકેત, કોંગ્રેસ માટે ‘સકારાત્મક’ અને ભાજપ માટે ‘ટેન્શન’

આ પણ વાંચો : Mantavya Exclusive/ નામોશીઃ બ્રિજના નિર્માણમાં નબળું બાંધકામ, મજબૂત ભ્રષ્ટાચાર