AMC/ રખડતા ઢોરોના મુદ્દે હાઇકોર્ટે ઉધડો લેતા એએમસીની ઊંઘ ઉડી

ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરોના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)નો બરોબરનો ઉધડો લેતા તંત્રની ઊંઘ ઉડી છે. ઢોર નિયંત્રણ વિભાગે હવે ઢોર પકડવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 66 5 રખડતા ઢોરોના મુદ્દે હાઇકોર્ટે ઉધડો લેતા એએમસીની ઊંઘ ઉડી

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરોના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)નો બરોબરનો ઉધડો લેતા તંત્રની ઊંઘ ઉડી છે. ઢોર નિયંત્રણ વિભાગે હવે ઢોર પકડવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે.

આ એક્શન પ્લાન હેઠળ ઢોર નિયંત્રણ વિભાગ પોલીસની સાથે રહીને કામ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો તે જ્યારે રસ્તા પર રખડતા ઢોરને પકડવા જાય ત્યારે તેના પર હુમલો થાય છે અને હુમલો કરનારાઓ ઢોર છોડાવી જાય છે તેવી ઘટનાઓ ન બને.

એએમસી કમિશ્નર થેન્નારસને આ માટેનો સરક્યુલર જાહેર કર્યો છે. સાત ઝોનમાં એસ્ટેટ, હેલ્થ, સોલિડ વેસ્ટને કામગીરી સોંપાઈ છે. ઇજનેર, યુસીડી, ટેક્સ વિભાગને પણ કામગીરી સોંપાઈ છે. ઇજનેર, યુસીડી, ટેક્સ વિભાગને પણ કામગીરી સોંપવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને આસિસ્ટન્ટ કમિશ્નર પણ આ કામગીરીનું વોર્ડ વાઇઝ સુપરવિઝન કરશે.

ચાલુ માસમાં 1,441થી વધારે પશુઓ પકડવાની કામગીરી થઈ છે. 225 પશુ છોડાવીને પશુ માલિકો પાસેથી 12 લાખ રૂપિયા દંડ વસૂલાયો છે. એએમસીએ કુલ 46 પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત રખડતા ઢોરોને પકડવા માટેની કાર્યવાહીમાં જો કોઈ અવરોધ પેદા કરશે કે તેને રોકશે તો તેની સામે ઢોર નિયંત્રણ કાયદા હેઠળ સરકારી કામ રોકવા બદલ ફરિયાદ થશે. ઉલ્લેખનીય છે કે ઢોર પકડવાની કામગીરી કરનારી એએમસીની સીએનડીસી ટીમો પર છેલ્લા 45 દિવસમાં 24 વખત હુમલા થયા છે. સૌથી વધુ ફરિયાદ નિકોલ અને વટવામાં નોંધાઈ છે.

એએમસીએ ચાલુ વર્ષે 10,516 પશુઓ પકડ્યા છે. તેમા 1231 પશુ માલિકો દંડ ભરીને પશુ છોડાવી ગયા છે. 448 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે જોવાનું રહે છે કે આગામી સમયમાં એએમસીનો નવો પશુ નિયંત્રણ પ્લાન કેવી રીતે અમલમાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 રખડતા ઢોરોના મુદ્દે હાઇકોર્ટે ઉધડો લેતા એએમસીની ઊંઘ ઉડી


આ પણ વાંચોઃ Mass Suicide/ સુરતમાં પિતાએ 6 સભ્યોને દવા પીવડાવી ગળે ફાંસો ખાધો, સ્યુસાઇડ નોટમાં રહસ્ય ખુલશે!

આ પણ વાંચોઃ Onion Price Rise/ ડુંગળીના ભાવમાં ફરી ભડકો, 50 રૂપિયે કિલો વેચાઈ રહી છે ડુંગળી

આ પણ વાંચોઃ Controversy/ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો ફરી બફાટ, સનાતન ધર્મને લઇ કર્યો વાણીવિલાસ