Vidhansabha Election/ મધ્યપ્રદેશ ચૂંટણી સર્વેના સંકેત, કોંગ્રેસ માટે ‘સકારાત્મક’ અને ભાજપ માટે ‘ટેન્શન’

મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ 230 સીટો છે. તાજેતરના સર્વેમાં કોંગ્રેસને 132થી 146 બેઠકો મળવાનું અનુમાન છે. જયારે ભાજપને 84થી 98 બેઠકો મળતી જણાય છે.

Top Stories India Politics
Beginners guide to 1 1 મધ્યપ્રદેશ ચૂંટણી સર્વેના સંકેત, કોંગ્રેસ માટે ‘સકારાત્મક’ અને ભાજપ માટે ‘ટેન્શન’

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈને થોડા દિવસો બાકી છે ત્યારે મતદાન પહેલા જ કયો પક્ષ વિજેતા બનશે તેને લઈને સર્વેના પરિણામો સામે આવ્યા છે. તાજેતરના સર્વેમાં સામે આવેલ આંકડા કોંગ્રેસ પક્ષ માટે સકારાત્મક દેખાઈ રહ્યા છે જ્યારે ભાજપ માટે ટેન્શન વધારનારા છે.

આગામી સમયમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને એક ન્યૂઝ ચેનલ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. ચૂંટણીને લઈને કરવામાં આવેલ સર્વેમાં ભાજપ પક્ષને મોટો ઝટકો લાગી શકે. એક પ્રતષ્ઠિતિ ચેનલ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં કોંગ્રેસ આગળ રહેવાનો અંદાજ છે. જ્યારે ભાજપ પક્ષની કારમી હાર થતી જોવા મળી રહી છે. સર્વેમાં મુખ્ય ચૂંટણી મુદ્દો મોંઘવારી છે.

તાજેતરના સર્વેના ડેટા વિપક્ષી પાર્ટી કોંગ્રેસ માટે સકારાત્મક સંકેતો લઈને આવ્યા છે. જેના પરિણામ પરથી અનુમાન લગાવવામાં આવે છે કે કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની શકે છે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર રાજ્યમાં 17 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે 3જીએ અંતિમ પરિણામ આવશે. મતદાન પહેલા જ બહાર આવેલા સર્વેએ સત્તાધારી ભાજપનું ટેન્શન ચોક્કસપણે વધાર્યુ છે.

મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ 230 સીટો છે. તાજેતરના સર્વેમાં કોંગ્રેસને 132થી 146 બેઠકો મળવાનું અનુમાન છે. જયારે ભાજપને 84થી 98 બેઠકો મળતી જણાય છે. અને અન્યોને પણ 5 બેઠકો મળવાની ધારણા છે. એટલે કે ‘મતદાનની ટકાવારીમાં કોંગ્રેસને 46% જ્યારે ભાજપને 43% વોટ મળ્યા’. ચૂંટણીને લગતા આ સર્વેમાં મતદાનની ટકાવારી પણ કોંગ્રેસની તરફેણમાં જોવા મળી રહી છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 46 ટકા મત મળ્યા છે. સત્તાધારી ભાજપ 43 ટકા મત ટકાવારી સાથે બીજા સ્થાને છે. અપક્ષો અને અન્યોને 11 ટકા મત મળતાં જણાય છે. ન્યૂઝ ચેનલ દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં અત્યારનો સૌથી મહત્વનો અને મોટો મુદ્દો મોંઘવારી હોવાનું 25 ટકા લોકોનું માનવું છે. અને તેના બાદ બેરોજગારી અને શિક્ષણ જેવા મુદ્દાને મુખ્ય ગણાવ્યો છે. 12 ટકા લોકોએ ભ્રષ્ટાચાર, 9 ટકા લોકોએ ગટર અને 7 ટકા લોકોએ પીવાના પાણીની મોટી સમસ્યા હોવાનું જણાવ્યું છે. 6 ટકા લોકો દ્વારા માર્ગ અને આરોગ્ય સેવાઓ, 4 ટકા લોકો દ્વારા શિક્ષણ, 3 ટકા લોકો દ્વારા વીજળી અને 2 ટકા લોકો દ્વારા કાયદો અને વ્યવસ્થાને મોટી સમસ્યા ગણવામાં આવી છે.

દેશના પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યોના મહત્વના પક્ષો દ્વારા સતત ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી રહી છે. અને ચૂંટણી પ્રચાર પણ વેગ પકડી રહ્યો છે. ત્યારે સત્તાધારી ભાજપ પક્ષ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે મુકાબલાને લઈને લોકો મતદાન દિવસ 17 નવેમ્બર ને પરિણામ દિવસ 3જી ડિસેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 મધ્યપ્રદેશ ચૂંટણી સર્વેના સંકેત, કોંગ્રેસ માટે ‘સકારાત્મક’ અને ભાજપ માટે ‘ટેન્શન’


આ પણ વાંચો : Crime/ સિંગાપોરમાં 26 વર્ષીય ભારતીય યુવકને કેમ અપાઈ ફાંસીની સજા

આ પણ વાંચો : Controversy/ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો ફરી બફાટ, સનાતન ધર્મને લઇ કર્યો વાણીવિલાસ

આ પણ વાંચો : Onion Price Rise/ ડુંગળીના ભાવમાં ફરી ભડકો, 50 રૂપિયે કિલો વેચાઈ રહી છે ડુંગળી