israel hamas war/ જામનગરમાં વાહનો પર પેલેસ્ટાઈનના ઝંડા સાથે રેલી નીકળી, બેની અટકાયત

પેલેસ્ટાઇનનાં ઝંડા લઈને નીકળતા ચર્ચા જાગી, જામનગર સીટી બી પોલીસે બે યુવાનોની અટકાયત કરી

Gujarat Others Trending Videos

જામનગરઃ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધને લઇને ક્યાંય રોષ તો ક્યાંક સમર્થન જોવા મળી રહ્યું છે. ત્યારે જામગરમાં પેલેસ્ટાઇન સમર્થનમાં રેલી નીકળી હતી. શહેરના ઘણા લોકો પેલેસ્ટાઈનને સમર્થન કરતા જોવા મળ્યા છે જેનો વીડિયો પણ વાયરલ થયો છે. જામનગર સીટી બી પોલીસે બે યુવાનોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યુ છે. ઇઝરાયેલ દ્વારા હમાસના આતંકી હુમલા બાદ ગાઝાના 23 લાખ લોકોના આહાર અને પાણી તેમજ ઇંધણ અને વીજળીનો પુરવઠો કાપી નાખ્યો છે. ઈઝરાયેલ હમાસ દ્વારા હુમલા બાદ હવે સતત પેલેસ્ટાઈન પર હાવી થઇ રહ્યું છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દુનિયાભરના દેશ જોઇ રહ્યા છે અને અલગ અલગ રીતે સમર્થન પણ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના જામનગરમાં પેલેસ્ટાઈનને સમર્થન કરતા ઘણા લોકો સામે આવ્યા છે. જેમણે પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી પણ કાઢી હતી.

જામનગરમાં પેલેસ્ટાઈનના ઝંડા સાથેના વાહનો જાહેર માર્ગ પર જોવા મળ્યા હતા. અહીં ઘણા લોકો પેલેસ્ટાઈનને સમર્થન કરતા જોવા મળ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ઘણા વિધર્મી યુવાનો બાઈક, એક્ટિવા પર સવાર થઇને અને હાથમાં પેલેસ્ટાઈનનો ઝંડ લહેરાવતા રેલી નીકાળી રહ્યા હતા.

વીડિયોમાં દેખાય છે કે એક ફોર વ્હીલરમાં સ્પીકર સાથે ઘણા લોકો તેની પાછળ વાહન ચલાવતા આગળ વધી રહ્યા છે. જેમા બે ટુ વ્હીલર સવારે પેલેસ્ટાઈનનો ઝંડો લહેરાવતા તે દેશને સમર્થન દર્શાવ્યું હતું. આ સમગ્ર મામલે જામનગર સીટી બી પોલીસે બે યુવાનોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.



આ પણ વાંચોઃ Mass Suicide/ સુરતમાં પિતાએ 6 સભ્યોને દવા પીવડાવી ગળે ફાંસો ખાધો, સ્યુસાઇડ નોટમાં રહસ્ય ખુલશે!

આ પણ વાંચોઃ AMC-High Court/ રખડતા ઢોરોના મુદ્દે હાઇકોર્ટે ઉધડો લેતા એએમસીની ઊંઘ ઉડી

આ પણ વાંચોઃ Controversy/ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો ફરી બફાટ, સનાતન ધર્મને લઇ કર્યો વાણીવિલાસ