સિંગાપોરમાં ભારતીય યુવકને ફાંસીની સજા આપવામાં આવી. આ યુવાન 26 વર્ષનો છે. જેને સિંગાપોરની અદાલતે યુનિવર્સટિની વિદ્યાર્થીની પર બળાત્કારના ગુનામાં 16 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ભારતીય યુવાનનું નામ ચિનૈયા છે જે સિંગાપોરમાં સફાઈનું કામ કરે છે.
સિંગાપોરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા ચિનૈયાને 2019માં બળાત્કારના ગુનામાં સજા આપવામાં આવી હતી. ભારતીય યુવક ચિનૈયાએ 4 મે 2019ના રોજ વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો હતો. આ ઘટનામાં પહેલા ચિનૈયા બસ સ્ટોપ પર પંહોચ્યો હતો ત્યાં પહેલેથી જ યુનિવર્સિટીની વિદ્યાર્થી ઉભી હતી. પહેલા આરોપી યુવાને વિદ્યાર્થીનીને ખોટો ઇશારો કર્યો અને પછી તેને બળજબરીપૂર્વક ઝાડીઓ તરફ ખેંચી ગયો. અને તેના પર બળાત્કાર કર્યો. પીડિતે આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા તેની ધરપકડ કરવામાં આવી. 2019માં બનેલ ઘટનાનો ચુકાદો ચાર વર્ષે આવ્યો. આ ઘટનામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેના કારણે તેના બોયફ્રેન્ડે પણ તેને ઓળખવાનો ઇનકાર કર્યો.
ઘટનાની વિગતો આપતા, ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર (ડીપીપી) કાયલ પિલ્લાઇએ જણાવ્યું હતું કે, જ્યારે ચિન્નૈયા વિદ્યાર્થિની પર બળાત્કાર કરી રહ્યો હતો ત્યારે બૂમો ના પાડી શકે માટે તેનું મોં દબાવી દિધું હતું અને એક હાથ વિદ્યાર્થીના ગળા પર હતો જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ચિનૈયા એક વિકૃત માનસનો હોવાનું લાગ્યું. કેમકે “યૌન શોષણ પછી, ચિન્નૈયાએ એક પાણીની બોટલ લીધી અને તેને પીતા પહેલા વિદ્યાર્થીના શરીરના નીચેના અડધા ભાગ પર બાકીનું પાણી રેડ્યું.
આ કેસ સાથે સંકળાયેલા ડીપીપી યવોન પૂને જણાવ્યું હતું કે વિદ્યાર્થીની બળાત્કાર ઘટના બાદ લાંબા સમય સુધી માનસિક રીતે અસ્વસ્થ રહી. વિદ્યાર્થીનીએ 13 જુલાઈ, 2023ના રોજ પોતાનું નિવેદન આપ્યું જેમાં જાણવા મળ્યું હતું કે ઘટના પછી અત્યાર સુધી તેને ખરાબ સપના, આત્મહત્યાના વિચારો અને શરમની લાગણીનો સામનો કરવો પડ્યો છે. સિંગાપોર અદાલતે 2019માં બનેલ બળાત્કારની ઘટનામાં હાલમાં ચુકાદો આપતા 26 વર્ષીય સફાઈ કામદાર ભારતીય યુવકને ફાંસીની સજા આપી.
આ પણ વાંચો : ધમકી/ સલમાન, શાહરૂખ પછી મુકેશ અંબાણીને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી
આ પણ વાંચો : Asian Para Games/ એશિયન પેરા ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ સહિત 100 મેડલ જીત્યા
આ પણ વાંચો : Shootout/ અમેરિકામાં 18 લોકોને ઠાર કરનારાની લાશ મળી, આત્મહત્યાની શંકા