World Cup 2023/ નેધરલેન્ડ સામેની મેચમાં ગ્લેન મેક્સવેલે ફટકારી ગગનચુંબી સિક્સર, જુઓ વીડિયો

નેધરલેન્ડ સામેની છેલ્લી મેચમાં 40 બોલમાં સદી ફટકારીને વર્લ્ડ કપમાં રેકોર્ડ બનાવ્યા બાદ ગ્લેન મેક્સવેલે પણ ન્યૂઝીલેન્ડ સામે તોફાની ઈનિંગ રમીને રેકોર્ડ બનાવી દીધો છે.

Trending Videos
YouTube Thumbnail 2023 10 28T160238.696 નેધરલેન્ડ સામેની મેચમાં ગ્લેન મેક્સવેલે ફટકારી ગગનચુંબી સિક્સર, જુઓ વીડિયો

નેધરલેન્ડ સામેની છેલ્લી મેચમાં 40 બોલમાં સદી ફટકારીને વર્લ્ડ કપમાં રેકોર્ડ બનાવ્યા બાદ ગ્લેન મેક્સવેલે પણ ન્યૂઝીલેન્ડ સામે તોફાની ઈનિંગ રમીને રેકોર્ડ બનાવી દીધો છે. આ મેચમાં તેમણે 24 બોલમાં 41 રન બનાવ્યા અને વર્લ્ડ કપ 2023ની સૌથી લાંબી સિક્સ ફટકારી. તેમણે આ મામલે ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો છે. આટલું જ નહીં મેક્સવેલ હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર પાંચમો બેટ્સમેન બની ગયો છે. તેમણે આ ઇનિંગમાં બે સિક્સર ફટકારી અને રિકી પોન્ટિંગ કરતાં આગળ નીકળી ગયો છે.

ગ્લેન મેક્સવેલે સૌથી લાંબી સિક્સ ફટકારી

આ ઈનિંગ્સમાં મેકસ્વેલે 104 મીટરની ગગનચુંબી સિક્સ ફટકારી હતી જે આ ટુર્નામેન્ટની સૌથી લાંબી સિક્સ પણ હતી. આ પહેલા ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર ટોપ પર હતો જેણે 101 મીટરમાં સિક્સ ફટકારી હતી. આ યાદીમાં માત્ર બે બેટ્સમેન એવા છે જેમણે 100 મીટરના આંકને સ્પર્શ કર્યો છે. જ્યારે અન્ય બેટ્સમેન 98 મીટર અથવા 95 મીટર સુધી મર્યાદિત છે. ટોપ 5ની યાદીમાં ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેન અને ભારત, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો એક-એક ખેલાડી છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકાવનાર ખેલાડી

• 49-ક્રિસ ગેલ
• 40- રોહિત શર્મા
• 37- એબી ડી વિલિયર્સ
• 36- ડેવિડ વોર્નર
• 33- ગ્લેન મેક્સવેલ
• 31- રિકી પોન્ટિંગ

https://www.instagram.com/reel/Cy727JLPICO/?utm_source=ig_embed&ig_rid=1fedebba-0a5b-46af-bc5d-622cbe3ddcfe


whatsapp ad White Font big size 2 4 નેધરલેન્ડ સામેની મેચમાં ગ્લેન મેક્સવેલે ફટકારી ગગનચુંબી સિક્સર, જુઓ વીડિયો


આ પણ વાંચો: Vidhansabha Election/ મધ્યપ્રદેશ ચૂંટણી સર્વેના સંકેત, કોંગ્રેસ માટે ‘સકારાત્મક’ અને ભાજપ માટે ‘ટેન્શન’

આ પણ વાંચો: AMC/ રખડતા ઢોરોના મુદ્દે હાઇકોર્ટે ઉધડો લેતા એએમસીની ઊંઘ ઉડી

આ પણ વાંચો: Mass Suicide/ સુરતમાં પિતાએ 6 સભ્યોને દવા પીવડાવી ગળે ફાંસો ખાધો, સ્યુસાઇડ નોટમાં રહસ્ય ખુલશે!