Not Set/ અમદાવાદ: લો ગાર્ડન ખાણી-પીણી બજારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદમાં ટ્રાફિકની કામગીરીની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે એવું પણ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમુક બાબતોને લઈને ટકોર પણ કરી હતી. ત્યારે અમદાવાદમાં આવેલા લો ગાર્ડનના ખાણીપીણીની લારીઓ […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
rajkot 2 અમદાવાદ: લો ગાર્ડન ખાણી-પીણી બજારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદમાં ટ્રાફિકની કામગીરીની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે એવું પણ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમુક બાબતોને લઈને ટકોર પણ કરી હતી.

ત્યારે અમદાવાદમાં આવેલા લો ગાર્ડનના ખાણીપીણીની લારીઓ પર AMC દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. AMC દ્વારા 50થી વધુ દુકાનોને તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ લો ગાર્ડન પાસે ખાણીપીણીની દુકાનોના લીધે ખુબ જ ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થતી હતી.

બુધવાર સવારથી કોર્પોરેશનના એસ્ટેટ ખાતાની ટીમે લો ગાર્ડનની ખાણીપીણી બજાર તોડવાની કામગીરી શરુ કરી હતી.

 

લો ગાર્ડન વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક ખુબ જ વધી જતો હતો, સાંજના સમયે લો ગાર્ડન ખાણીપીણી બજાર ખુબ જ ધમધમે છે.

હાલ AMC દ્વારા રોડ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.