કોરોના/ કોરોના નાબૂદ કરવા માટે સરકાર મેદાનમાં,હર ઘર દસ્તક કાર્યક્રમથી ઝુંબેશ શરૂ

સ્વાસ્થમંત્રી માંડવિયાની મહત્વની બેઠક તમામ રાજ્યના આરોગ્યમંત્રી સાથે કરશે. આ બેઠકમાં કોરોનાને નાબુદ કરવા માટે અને અગમચેતી પગલાંની તૈયારી કરવાની ચર્ચા કરવામાં આવશે

Top Stories India
corona 3 કોરોના નાબૂદ કરવા માટે સરકાર મેદાનમાં,હર ઘર દસ્તક કાર્યક્રમથી ઝુંબેશ શરૂ

દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય બની છે હવે ભારતમાં કોરોનાના નવા સંક્રમણના કેસ તળીયે જોવા મળી રહ્યા છે,તમામ રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય બની છે જીવન પહેલા જેવું સામાન્ય બની રહ્યું છે.શાળા,કોલેજો,સિનેમા પણ ખુલી ગયા છે, દેશમાં કોરોનાને નાબુદ કરવા મોદી સરકારે કમર કસી રહી છે. વેક્સિનેશન પર હાલ ફોક્સ કરવામાં આવી રહ્યું છે. કોરોનાને નાબુદ કરવા સરકારે ઝુબેશ હાથ ધર્યો છે. કોરોનાનો મૃત્યુઘંટ વગાડવા માટે સરકાર અસરકારક પગલાં લઇ રહી છે.

કેન્દ્ર સ્વાસ્થમંત્રી માંડવિયાની મહત્વની બેઠક તમામ રાજ્યના આરોગ્યમંત્રી સાથે કરશે. આ બેઠકમાં કોરોનાને નાબુદ કરવા માટે અને અગમચેતી પગલાંની તૈયારી કરવાની ચર્ચા કરવામાં આવશે. કોરોનાને હરાવવા માટે સરકારે હર ઘર દસ્તક અંતર્ગત દેશમાં ઝુબેશ ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં 37 ટકા લોકોએ રસીના બન્ને ડોઝ લઇ લીધા છે. 94 કરોડ લોકોનું કરવાનું છે સંપૂર્ણ રસીકરણ. દેશમાં અત્યારસુધી 110 કરોડ લોકોને કોરોના વેક્સિન આપી દેવામાં આવી છએ. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 નવેમ્બરે કરી હતી પહેલી બેઠક.

દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે હવે કોરનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે અને મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. હવે સરકાર કોરોનાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સરકારે હર ઘર દસ્તક કાર્યક્રમ અમલી બનાવ્યો છે.