ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોર/ અમદાવાદમાં ઇસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરીડોર બનશે

અમદાવાદમાં દહેગામથી સરખેજ હાઇવે સુધી છ લેનનો રોડ બન્યો હતો તેમા ફક્ત ઇસ્કોન સુધી જ ઓવરબ્રિજની મંજૂરી મળી હતી. તેથી ઇસ્કોન પચી કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ચાર રસ્તા અને વાયએમસીએ ચાર રસ્તા નજીક ખૂબ જ ટ્રાફિક જામ થતો હતો.

Top Stories Ahmedabad Gujarat
Iscon-Sanand Corridor

અમદાવાદમાં દહેગામથી સરખેજ હાઇવે સુધી છ લેનનો રોડ Iscon Sanand Elevated Corridor બન્યો હતો તેમા ફક્ત ઇસ્કોન સુધી જ ઓવરબ્રિજની મંજૂરી મળી હતી. તેથી ઇસ્કોન પછી કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ચાર રસ્તા અને વાયએમસીએ ચાર રસ્તા નજીક ખૂબ જ ટ્રાફિક જામ થતો હતો. હવે કેન્દ્ર સરકારે ઇસ્કોનથી સાણંદ સુધીનો એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરતાં આ ત્રણેય સ્થળોએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પોતે કરી છે. Iscon Sanand Elevated Corridor તેમણે આ એલિવેટેડ કોરિડોરની જાહેરાત કરી છે.

આમ દહેગામથી સરખેજ સુધીનો રસ્તો એકપણ સિગ્નલ વગર છ માર્ગીય થયા બાદ તેને આગામી સમયમાં અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઇવેને જોડવાનું આયોજન છે. આ બાજુ અમદાવાદ થરાદ વચ્ચેનો 213 કિલોમીટરનો એક્સપ્રેસ હાઇવે બનશે તે આ છ લેનના રોડને જોડી દેવામાં આવશે.  Iscon Sanand Elevated Corridor અમદાવાદ થરાદ હાઇવે તે મુંબઈ-દિલ્હી વચ્ચેના 1,200 કિ.મી.ના હાઇવેનો હિસ્સો હશે.

તેમણે જણાવ્યું હતું કે આ એલિવેટેડ કોરિડોર માટેના 530 કરોડ રૂપિયા પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે.  એલિવેટેડ કોરિડોરના પ્રોજેક્ટ અન્વયે ઇસ્કોન બ્રિજથી સાણંદ ચોકડી સુધીના ચાર કિલોમીટરમાં કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ત્રણ ફ્લાયઓવર બનાવવામાં આવશે. ગોતાથી થલતેજ જે પ્રકારે એલિવેટેડ કોરિડોર બનાવાયો છે તે જ રીતે અહીં પણ કોરિડોર બનાવવામાં આવશે. Iscon Sanand Elevated Corridor કર્ણાવતી જંકશન પર 800 મીટર, પ્રહલાદનગરથી વાયએમસીએ ચાર રસ્તા સુધી 1,200 મીટરનો બ્રિજ બનાવવામાં આવશે. આના લીધે એક પણ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ નડશે નહી.

ઇસ્કોનતી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મંજૂરી

ઉલ્લેખનીય છે કે સરખેજથી ચિલોડા સુધી Iscon Sanand Elevated Corridor અગાઉ 800 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. તેમા કર્ણાવતી, પ્રહલાદનગર અને વાયએમસીએ જંકશનને બાકાત રાખવામાં આવ્યા હતા. આ સ્થળોએ અગાઉ કોર્પોરેશન બ્રિજ બનાવશે તેવું નક્કી કરાયું હોવાના લીધે તેને બાકાત રખાયા હતા. ઇસ્કોનથી વાયએમસીએ આવતા સામાન્ય રીતે આઠથી દસ મિનિટનો સમય લાગે છે, પણ બ્રિજ બન્યા પછી ચાર મિનિટ જ લાગશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ એસજી હાઇવે પર હાલમાં દસ ઓવરબ્રિજ આવેલા છે. હાલમાં ફક્ત ત્રણ જંકશન બાકી હતા જ્યાં ટ્રાફિકની ભારે મુશ્કેલી હતી. હવે અહીં પણ ફ્લાયઓવરને મંજૂરી મળતા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે તેમ મનાય છે.

આ પણ વાંચોઃ ઇતિહાસ/કેસર કેરીનું નામ પહેલા શું હતુ તે જાણો અને જૂનાગઢના નવાબની ભૂમિકા જાણો

આ પણ વાંચોઃ મુંદ્રા પોર્ટ રેકોર્ડ/અદાણીના મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મૂવમેન્ટને હેન્ડલ કરી

આ પણ વાંચોઃ અમદાવાદ/અતીક અહેમદને લેવા સાબરમતી જેલ પહોંચી યુપી પોલીસ, પ્રયાગરાજ લઇ જવામાં આવશે