વિજ્ય/ ભવાનીપુરની પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીનો ભવ્ય વિજ્ય, 58 હજારથી વધુ મતોથી મેળવી જીત

ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીનો મુકાબલો ભાજપની પ્રિયંકા તિબ્રેવાલ અને સીપીએમના શ્રીજીવ બિસ્વાસ સામે હતો

Top Stories
MAMTA123 ભવાનીપુરની પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીનો ભવ્ય વિજ્ય, 58 હજારથી વધુ મતોથી મેળવી જીત

ત્રણ બેઠકોમાં ભવાનીપુર એક હાઇ પ્રોફાઇલ બેઠક છે જ્યાં ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીનો મુકાબલો ભાજપની પ્રિયંકા તિબ્રેવાલ અને સીપીએમના શ્રીજીવ બિસ્વાસ સામે હતો.મમતા બનર્જીનો ભવાનીપુર બેઠક પર ભવ્ય વિજ્ય થયો છે. મમતાએ ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલને 58832 મતોથી હરાવીને પોતાની સલ્તનત કાયમ રાખી છે,હવે મમતા મુખ્યમંત્રી પદ પર ચાલુ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાઇપ્રોફાઇલ બેઠક ભવાનીપુરથી ભારે જીત મેળવી છે. આ પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીએ ભાજપની પ્રિયંકા તિબ્રેવાલને 58000 મતોથી હરાવ્યા હતા. ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલે પોતાની હાર સ્વીકારી છે અને મમતાને તેમની જીત માટે અભિનંદન આપ્યા છે.